fbpx
સૌરાષ્ટ - કચ્છ

કોરોના ઈફેક્ટ: ગઢડામાં ગોપીનાથજી મંદિરના 191માં પાટોત્સવ પર્વે ભક્તો માટે મંદિર રહેશે બંધ

ગઢડા ગોપીનાથજી મંદિરના ૧૯૧માં પાટોત્સવ નિમિતે ભક્તો માટે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખી મંદિર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. અભિષેક, અન્નકૂટ અને આટરીના દર્શન ભક્તો ઓનલાઈન કરી શકે તે માટેની વ્યવસ્થા ઉપલબ્ધ છે. ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ૧૯૧માં પાટોત્સવ નિમિતે ૨૮ ઓકટોબરના રોજ મંદિર હરિભક્તો માટે બંધ રહેશે, કોરોના સંક્રમણને ધ્યાને લઈ ભક્તોની ભીડ ના થાય તે માટે મંદિર વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણ ૨૯ વર્ષ સુધી ગઢડામાં રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે હું ગઢડાનો અને ગઢડા મારુ એટ્લે ગઢડાને સ્વામિનારાયણના ગઢડા તરીકે પણ ઓળખવામાં આવે છે. અહી આવેલા ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરનો ૧૯૧માં પાટોત્સવ નિમિતે મંદિર હરિભક્તો માટે સંપૂર્ણ પણે બંધ રહેશે અને મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર પણ બંધ રાખવામા આવશે. અભિષેક, અન્નકૂટ અને આરતીના દર્શન ભક્તો ઓનલાઈન કરી શકશે તે પ્રકારની વ્યવસ્થા મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Follow Me:

Related Posts