fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક ની તમામ જાહેર જનતાને અપીલ

આથી જૂનાગઢ જીલ્લાની તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, જૂનાગઢ
જીલ્લાના કોઇ પણ નાગરીકે જરૂરીયાત મુજબ કોઇ પણ વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા
લીધેલ હોય જે પૈસા પરત આપી દેવા છતા અથવા ઉંચા વ્યાજે લીધેલ રૂપીયા પરત
આપી શકે તેમ ન હોય તેમ છતા જે વ્યકતી પાસેથી ઉંચા વ્યાજે પૈસા લીધેલ હોય તે
વ્યકતી બળજબરીથી, ડરાવી ધમકાવી કે શારીરીક તેમજ માનસીક ત્રાસ આપી પોતે
આપેલ પૈસા તથા વ્યાજની પોતે અથવા પોતાના સાગરીતો મારફતે પઠાણી ઉઘરાણી
કરતા હોય તો તેઓએ આવા ઇસમોનો કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર જૂનાગઢ જીલ્લા
પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અથવા જૂનાગઢ જીલ્લા એસ.ઓ.જી. શાખાના નીચે જણાવેલ
નંબર ઉપર સંપર્ક કરવો અથવા નીચે જણાવેલ કચેરીએ આવી રૂબરૂમાં જાણ કરવી તેમજ
ફરીયાદ કરનાર ફરીયાદીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર ઇસમો તેમજ તેમના
સાગરીતો બાબતેની તમામ પ્રકારની સુરક્ષા આપવામાં આવશે તથા વાસ્તવિક હકીકત
નિર્ભયપણે જૂનાગઢ જીલ્લા પોલીસને જણાવવા જાહેર જનતાને જૂનાગઢ જીલ્લા પોલીસની
નમ્ર અપીલ છે.
(૧) પોલીસ અધિક્ષકની કચેરી,
શશીકુંજની સામે, સરદારબાગ પાસે,
જૂનાગઢ.
પોલીસ કંટ્રોલ રૂમ, જૂનાગઢના નંબર – ૦૨૮૫૨૬૩૦૬૦૩
(૨) એસ.ઓ.જી શાખા,
પોલીસ અધિક્ષકની કચેરી,
ત્રીજો માળ ,શશીકુંજની સામે,
સરદારબાગ જૂનાગઢ.
ઓફીસ નંબર – ૦૨૮૫૨૬૩૫૧૦૧
મોબાઇલ નંબર-૯૭૨૭૭૨૨૪૮૮
મોબાઇલ નંબર-૯૯૨૫૩૮૨૯૧૮

Follow Me:

Related Posts