fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી વધુ ૨ના મોત, કોરોના કેસની સંખ્યા ૮૨૬૧ થઇ

રાજકોટમાં ૨૪ કલાકમાં ૨ દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. જ્યારે શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૨૬૧ પર પહોંચી છે. જેમાંથી ૫૮૨ દર્દી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રવિવારે રાજકોટમાં ૮૫ દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના કેસની સંખ્યા તંત્રના ચોપડે ધીમે ધીમે ઘટી રહી છે.
રાજકોટ શહેરના ૮૨૬૧ અને ગ્રામ્યના ૩૭૮૮ સહિત રાજકોટ કુલ કેસની સંખ્યા ૧૨૦૪૯ થઈ છે, જ્યારે કુલ મોતનો આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. રાજકોટમાં હાલ ૭૦૦થી વધુ દર્દીઓ હોમ આઈસોલેશન, કોવિડ કેર સેન્ટર તેમજ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે, તેમજ ૧૦,૦૦૦થી વધુ ડિસ્ચાર્જ થયા છે.
૨૬૦૦થી વધુ કોવિડ બેડની ક્ષમતા ધરાવતા રાજકોટમાં ૧૮૦૦ બેડ ખાલી છે. શહેર અને જિલ્લામાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યા ઘટી છે. શહેરમાં નવા જાહેર થયેલા મધુવન પાર્ક, શ્રીજીનગર, વૃંદાવન સોસાયટી, અલ્કાપુરી, પ્રણામી પાર્ક સહિત ૯ ઝોન સહિત કુલ ૪૨ સક્રિય ઝોન છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ સંખ્યા ૨૮૬ છે.

Follow Me:

Related Posts