fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્રની ત્રણ બેઠકની પેટાચૂંટણીમાં મત માગવા જતા રાજકારણીઓને લોકોએ ભગાડ્યા

સૌરાષ્ટ્રમાં ધારી, ગઢડા અને મોરબી વિધાનસભાની બેઠક પર પેટાચૂંટણી ૩ નવેમ્બરના રોજ યોજાવાની છે, ત્યારે સૌરાષ્ટ્રની ત્રણેય બેઠક પર હાલ રાજકીય પક્ષો જાેરશોરથી પ્રચાર કરવા નીકળી ગયા છે. આમાં ધારી અને મોરબી બેઠકમાં ગામડાંના લોકોમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે અને મત માગવા જનારા રાજકારણીઓને તેઓ જાકારો આપી રહ્યા છે. આવા રાજકારણીઓનો વિડિયો સોશિયલ મીડિયા પર હાલ ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. મતદારો ક્્યાં પક્ષને મત આપશે એ રાજકારણીઓને કળવા દેતા નથી, ખાસ કરીને ભાજપના નેતાઓને જ ગ્રામજનો જાકારો આપી રહ્યા છે.
ખાંભાના રાયડી અને સરાકડિયા ગામમાં ભાજપની બેઠક યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ હોબાળો મચાવતાં નેતાઓએ ચાલતી પકડી હતી. આ વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. રાયડી ગામના ગ્રામજન ધનશીભાઈએ પોતાના રેશનકાર્ડ બાબતે ભાજપના આગેવાન સામે આક્રોશ વ્યક્ત કરતાં કહ્ય્šં હતું કે સાત વાર મેં રજૂઆત કરી ત્યારે ભાજપના આગેવાને એમ કહ્ય્šં કે તારું રેશનકાર્ડ આપ હું કરી આપું. ત્યારે ધનશીભાઈએ જણાવ્યું હતું કે સાત વાર મેં તમને કહ્ય્šં છે. ભાજપના આગેવાને કહ્ય્šં હતું કે મારા બાપની પેઢી નથી. ત્યારે ધનશીભાઈએ જણાવ્યું હતું કે તમારા બાપની પેઢી નથી તો તમે પહેલાં કોંગ્રેસમાં હતા અને હવે ભાજપમાં આવ્યા છો તો જવાબદારી તમારી જ હોય. રેશનકાર્ડ વગર મારા છોકરાં ભૂખ્યાં રહે છે. બાદમાં ભાજપના નેતાઓને ચાલતી પકડવાનો વારો આવ્યો હતો.
બગસરાના માવજીંજવા ગામે ખેડૂતોએ જયેશ રાદડિયા અને કાકડિયાને ખખડાવ્યા હતા બગસરાના માવજીંજવા ગામે ભાજપના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા અને ધારી બેઠકના ભાજપના ઉમેદવાર જે.વી. કાકડિયા પ્રચાર માટે ગયા હતા ત્યારે ખેડૂતોએ જાહેરમાં તેમને ખખડાવ્યા હતા. ચાલુ સભામાં એક ખેડૂત ઊભો થયો અને ખેતીમાં વીજળી આપવા અંગે પ્રશ્ન કર્યો હતો. આ અંગે જે.વી. કાકડિયાએ જણાવ્યું હતું કે જરૂર પડે ત્યારે મને કહેજાે. ત્યારે ખેડૂતે જણાવ્યું હતું કે જયેશ રાદડિયા સારામાં સારા મંત્રી છે અને તેમના વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો હલ કરે છે તો ધારીમાં કેમ ખેડૂતોના પ્રશ્નો હલ થતા નથી. બાદમાં એક યુવાને રોજગારી બાબતે પ્રશ્ન કર્યો હતો કે છેલ્લાં બે વર્ષથી પેપરો ફૂટી જાય છે અને અમારી મહેનત પાણીમાં જાય છે. આ પ્રશ્નનો જવાબ આપ્યા વગર જ જે.વી. કાકડિયા ખુરશીમાં બેસી ગયા હતા.

Follow Me:

Related Posts