fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ પોલીસ કમિશ્નરે દિવાળીના તહેવારોને ધ્યાને રાખી બહાર પાડ્યું જાહેરનામું

ગુજરાતમાં હવે આગામી સમયમાં તહેવારોની સીઝન આવનાર છે, ત્યારે કોરોના કાળ માં પોલીસ કોઈ બાંધછોડ કરવા માંગતી નથી, ત્યારે તહેવારોને લઈ રાજકોટ પોલીસે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં ૨ નવે. થી ૧ ડિસે. સુધી જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ સિવાય રાત્રે ૧૦થી સવારે ૬ સુધી ફટાકડા ફોડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તહેવારોને લઈ રાજકોટ પોલીસે એક જાહેરનામુ બહાર પાડ્યું છે. રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા તહેવારોને લઈને એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. દિવાળી, દેવ દિવાળીના તહેવાર અનુલક્ષીને આ જાહેરનામું તમામ લોકોને અનુસરવાનું રહેશે. જાહેરનામા પ્રમાણે તારીખ ૨/૧૦ થી ૧/૧૨ સુધી જાહેર રોડ રસ્તા પર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે, જેના કારણે નાના બાળકો સહિત મોટા લોકો નિરાશ થયા છે.
રાજકોટમાં રાત્રિના ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તહેવારોની સીઝનમાં આપણે ચાઈનીઝ તુક્કલ ઉડાવતા હોઈએ છીએ, ત્યારે ચાઈનીઝ તુકકલ કે ચાઈનીઝ લેન્ટર્ન વેચવા કે ઉડાડવા ઉપર પણ પ્રતિબંધ મૂકાયો છે. શહેરી વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી તેમજ હોસ્પિટલ આસપાસ ૧૦૦ મીટર સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ છે.

Follow Me:

Related Posts