fbpx
સૌરાષ્ટ - કચ્છ

બે સાગરીતના ૧૨ દિવસના રિમાન્ડ મંજૂર જામનગરના ભૂમાફિયા જયેશ પટેલના ૬ સાગરીતોને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ કર્યા

જામનગરમાં જમીન માફિયા જયેશ પટેલના નેટવર્કને નાબુદ કરવા માટે હાથ ધરાયેલા ઓપરેશન હેઠળ ૬ વ્હાઈટ કોલર સાગરીતોના રિમાન્ડ ગુરૂવારે પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટમાં આ સાગરીતોને રજુ કરવામાં આવ્યા છે અને વધુ રિમાન્ડ માગણી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે તમામને જેલહવાલે કરવાનો આદેશ કર્યો હતો. જેલ હવાલે કરવામાં આવેલા ૬ સાગરીતોમાં નિલેશ ટોલિયા, મુકેશ અભંગી, અતુલ ભંડેરી, અનિલ પરમાર, વશરામ આહીર અને પ્રવીણ ચોવટિયાનો સમાવેશ થાય છે. જ્યારે બે સાગરીત જશપાલસિંહ જાડેજા અને યશપાલસિંહના ૧૨ દિવસના રિમાન્ડ કરાયા મંજૂર કરવામાં આવ્યા છે. જયેશ પટેલ અને સાગરીતો કૌભાંડ કરવા લાયક જમીન પર નજર કેન્દ્રીત કરી ત્યારબાદ સુવ્યવસ્થિત રીતે ફાયરિંગ કરી કે ખંડણી ઉઘરાવી ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.
જયેશના રાઇટ હેન્ડ તરીકે સક્રિય ભૂમિકા ભજવનાર સાગરીત એવા જામ્યુકોના ભાજપના નગર સેવક અતુલ વિઠ્ઠલભાઇ ભંડેરી, પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચુકેલા અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા વશરામ ગોવિંદભાઇ મિયાત્રા, જામનગરના બિલ્ડર નિલેશ મનસુખભાઇ ટોલીયા, બિલ્ડર મુકેશ વલ્લભભાઇ અભંગી, જયેશ પટેલના કથિત અખબારના સંચાલક પ્રવિણ પરષોત્તમભાઇ ચોવટીયા, જીગર ઉર્ફે જીમી પ્રવિણચંદ્ર આડતિયા, અનીલ મનજીભાઇ પરમાર અને પ્રફુલભાઇ જયંતિભાઇ પોપટ નામના આઠ શખ્સો સામે હિંસા ફેલાવી અથવા હિંસાનો ભય બતાવી, ગુનાહિત ધાક-ધમકી આપી, બળજબરીથી મોટા પ્રમાણમાં રોકડ રૂપિયા તથા મિલકતો પડાવી લેવા સહિતની જુદી-જુદી ૬થી ૭ કલમો મુજબ આ આરોપીઓ સામે ફરિયાદ નોંધી પોલીસે રાજકોટની સ્પેશીયલ કોર્ટમાં આઠ આરોપીઓને રજુ કર્યા હતા.
ધરપકડ કરાયેલા બિલ્ડર નીલેશ ટોલિયા, પૂર્વ પોલીસ કોન્સટેબલ વશરામભાઈ આહીર, ભાજપના નગર સવેક અતુલ ભંડેરી, જયેશ પટેલના કથિત અખબારના સંચાલક પ્રવીણ ચોવટિયા, અનિલ મનજી પરમાર નામના પાંચ સાગરીતોને બાર દિવસ અને અન્ય ત્રણને નવ દિવસના રિમાન્ડ પર લીધા હતા. આ રિમાન્ડ દરમિયાન શહેરના અમુક વ્હાઈટ કોલર શખ્સોની પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જામનગર પોલીસે કોર્ટમાં તમામ આરોપીઓને અલગ અલગ જેલમાં રાખવા અરજી કરવામાં આવી હતી. તમામ આરોપીઓ ગુનાહિત માનસિકતા ધરાવતા હોવાથી જેલમાં પણ સંગઠિત ન થાય તે હેતુથી પોલીસ દ્વારા અરજી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts