fbpx
સૌરાષ્ટ - કચ્છ

ગિરનાર રોપ-વેની ટિકીટ મુદ્દે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે નોંધાવ્યો વિરોધ

એશિયા ના સૌથી મોટો ગિરનાર રોપ-વે ચાલુ થયે હજુ ગણતરીના દિવસો વિત્યા છે, ત્યારે રોપ-વેના ભાવમુદ્દે રાજનીતિ શરૂ થઇ ચુકી છે. રવિવારે હજી તો વડાપ્રધાન મોદી દ્વારા ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. એક તરફ અંબાજી દર્શનના કારણે લોકોમાં ઉત્સાહ છે. બીજી તરફ ઉષા બ્રેકો કંપનીની ટિકિટના ઉંચા ભાવને સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે. હાલ ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે જુનાગઢ ગિરનારમાં બનાવેલ એશિયાના સૌથી મોટા રોપ-વેની કંપની ઉષા બ્રેકોને ચીમકી ઉચ્ચારી દીધી છે. ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે ગિરનાર રોપ-વેના તોતિંગ ટિકિટ ભાવનો જાેરદાર વિરોધ કર્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
એટલે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જાે ટિકિટનો ભાવ નહીં ઘટાડવામાં આવે તો જ્વલંત આદોલનની ચીમકી આપી છે. રાજપૂત કરણી સેનાએ ખાલી કંપનીને જ નહીં, રાજ્ય સરકાર અને ઉષા બ્રેકો કંપનીને ચીમકી આપી છે. બીજી બાજુ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ અને જૂનાગઢવાસીઓનું વર્ષો જુન સ્વપ્ન હતું કે, રોપ વે યોજના સાકાર થાય. જાે કે રોપવેની ટિકિટનો ભાવ વધારે હોવાથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. હાલની ટિકિટ અને જીએસટીના ભાવથી વિરોધના વંટોળ ઉભા થયા છે. જેને લઇ સ્થાનિકોમાં વિરોધનો સુર ઉઠ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
જુનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઇ જાેશીએ જણાવ્યું કે, રોપ-વેની ટિકિટ ૩૦૦ રૂપિયા રાખવા માટે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો. જુનાગઢ ધારાસભ્ય ભીખાભાઇ જાેશીએ ટિકિટ મુદ્દે જણાવ્યું કે, જુનાગઢમાં રોપવે ચાલુ થતા ઉષા બ્રેકો કંપનીએ ૭૫૦ ભાવ રાખ્યો છે. જેથી જુનાગઢના ધારાસભ્ય તરીકે કહુ છું કે, ૭૫૦ રૂપિયા ભાવ ગરીબ વર્ગ કે મજુરવર્ગને પોષાય તેમ નથી. પાવાગઢમાં રોપવેની ટિકિટ ૧૫૦ રૂપિયા છે. જેના કરતા ગિરનારની લંબાઇ ૩ ગણી છે અને ભાવ ૬ ગણો છે. જેથી ભાવ અયોગ્ય છે. અમે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે, ભાવન ૩૦૦ રૂપિયા કરવામાં આવે તે જરૂરી છે નહી તો આ રોપ-વે અમીર લોકોનું પ્રતિક બની જશે.

Follow Me:

Related Posts