fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભૂતિયા નળ કનેક્શનને લઈને રાજકોટ મનપાનો સર્વે કુલ ૧૧,૧૭૩ ભૂતિયા નળ કનેક્શન, નવા રાજકોટમાં સૌથી વધુ ૪૯૨૬ કનેક્શન

ભૂતિયા નળ કલેકશનને લઈને રાજકોટ મનપા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન શહેરમાં કુલ ૧૧ હજાર ૧૭૩ ભૂતિયા નળ કનેક્શન મળી આવ્યાં હતા. જેમાં સૌથી વધુ રાજકોટ પશ્ચિમમાં ૪૯૨૬ કનેક્શન મળી આવ્યાં હતાં. છેલ્લા એક મહિનાથી મનપા દ્વારા શહેરમાં ભૂતિયા નળ કનેક્શન શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભૂતિયા નળ કનેક્શનને લઈને મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર સુધી રૂપિયા ૫૦૦ પેનલ્ટી લઈ ભૂતિયા નળ કનેક્શનને લઈને રેગ્યુલાઈઝ કરાશે. ૯૮ ટકા લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીમાં ૭૭૬ ભૂતિયા નળ કનેક્શન રેગ્યુલાઈઝ કરવાની અરજી આવી છે. જેમાંથી ૪૩૨ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. રાજ્ય સરકારે ભૂતિયા નળ જાેડાણોને રેગ્યુલાઈઝ કરવા માટે નલ સે જલ યોજના અમલી બનાવી છે. જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં કુલ ૧૧ હજાર ૧૭૩ ભૂતિયા નળ જાેડાણ હોવાનું સામે આવ્યું હતું. જેમાં સૌથી વધુ નવા રાજકોટ પશ્ચિમ ઝોનમાં ૪૯૨૬, સામાકાંઠે વિસ્તાર ઇસ્ટ ઝોનમાં ૨૬૮૦ અને જૂના રાજકોટમાં ૩૫૬૭ ભૂતિયા નળ જાેડાણ હોવાનો સર્વેમાં સામે આવ્યું છે. નોંધનિય છે કે, થોડા વર્ષો પહેલા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૨૦ હજાર ભૂતિયા નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરવામાં આવ્યા હતા. જાેકે ફરી ૧૧ હજાર કરતા વધુ ભૂતિયા નળ કનેક્શન થઇ જતા તંત્રએ રેગ્યુલાઈઝ કરવાની કવાયત શરૂ કરી છે.

Follow Me:

Related Posts