fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોનાથી ૧નું મોત, પોઝિટિવ કેસની સંખ્યા ૮૬૧૭ પર પહોંચી

રાજકોટમાં ૨૪ કલાકમાં કોરોનાથી ૧નું મોત થયું છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા ૮૬૧૭ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૪૪૬ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે ૬૩ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. રવિવારે સાંજે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં ૪૯ કેસ આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. જાે કે બાદમાં આ આંક ઘટાડીને ૩૩ કરી ફરીથી જાહેર કરાયા હતા.
કેસની સંખ્યામાં સીધા ૧૬નો ઘટાડો કરી દેવાયો હતો. આમ છતાં શહેર કરતા ગ્રામ્ય વિસ્તારના કેસ વધુ રહ્યા છે. આ સાથે રાજકોટ શહેર અને ગ્રામ્ય સહિત જિલ્લામાં કેસની કુલ સંખ્યા ૧૨૬૦૭ થઈ છે. બીજી તરફ શહેરમાં કોરોનાથી થતાં મોતની સંખ્યામાં સતત ઘટાડો આવી રહ્યો છે. રવિવાર સવારની સ્થિતિએ ૨નાં મોત થયા છે બીજી તરફ ૨૫૦૦માંથી ૨૧૩૩ કોવિડ બેડ હાલ ખાલી હોવાનું તંત્રે જાહેર કર્યું છે.
ધોરાજી સરકારી કોવિડ હોસ્પિટલની પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મૂલાકાત લઈને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી તમામ દર્દીઓ પાસે સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી. સરકારી હોસ્પિટલની મુલાકાત લઈને કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે વીડિયો કોન્ફરન્સમાં વાત કરી દર્દીઓને હિંમત આપી હતી અને હોસ્પિટલમાં હાલમાં જ જરૂરિયાત છે. પોરબંદરના ધડુક ધોરાજી ખાતે મુલાકાતે આવ્યા હતા.

Follow Me:

Related Posts