fbpx
સૌરાષ્ટ - કચ્છ

મોરબીમાં બોય્ઝ હાઇસ્કૂલમાં ભાજપની પત્રિકાની થઈ વહેંચણી, કોંગ્રેસે બંધ કરાવ્યું મતદાન

ગુજરાતમાં સવારથી વિધાનસભાની આઠ બેઠકો મતદાન થઇ છે. ત્યારે થોડા કલાકો પહેલા કરજણનો લોકોને રૂપિયા આપતો એક વીડિયો વાયરલ થયો હતો અને ચૂંટણી પંચે તપાસનાં આદેશ આપ્યા હતા. જ્યારે મોરબીમાં પણ એક વીડિયો વાયરલ થયો છે. ભાજપનાં ધારાસભ્ય મતદારોને સમજાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ સાથે મતદાન મથક નજીક ભાજપની પત્રિકાઓ પણ વહેંચાઇ રહી હતી.
જે બાદ કાૅંગ્રેસે બોયઝ હાઈસ્કૂલનું મતદાન મથક બંધ કરાવાયુ હતુ. જે બાદ થોડા સમયમાં અધિકારીઓએ મતદાન ફરીથી શરૂ કરાવી દેવામાં આવ્યું છે. આ અંગે જ્યારે મતદાન મથકના અધિકારી જણાવ્યું કે, આ બધુ અજાણતા થઇ ગયુ. અમને આ વાતની જાણ નથી. જ્યારે કાૅંગ્રેસ ભાજપ પર જ સીધા પ્રહાર કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે આ બધુ ભાજપે જ કરાવ્યું છે.
નોંધનીય છે કે, છેલ્લા એક મહિનાથી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇ ચાલી રહેલ રાજકીયપક્ષ સામ સામે હતા. મોરબીમાં મતદાન પ્રક્રિયામાં કુલ ૨,૭૧,૪૬૪ મતદારો મતદાન કરવાના છે. મહત્વનું છે કે, ૨૩૦૦થી વધુનો પોલીંગ સ્ટાફ સાથે આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ કાફલો જે તે બૂથ પર તૈનાત કરી દેવામાં આવ્યો છે અને આજે મોરબીના ૪૧૨ બૂથ પર લોકશાહી પર્વ ઉજવાઇ છે.

Follow Me:

Related Posts