fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગર ગુજરાત મેરીટાઈમ બોર્ડ એકસાથે ૧૬ જવાનો સંક્રમિત થતાં ખળભળાટ

રાજ્યમાં સરકાર દ્વારા એકબાજુ કોરોનાનાં કેસોમાં ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેવામાં જામનગરમાં મેરિટાઈમ બોર્ડમાં કોરોના બ્લાસ્ટ થયો છે. મેરિટાઈમ બોર્ડમાં બોર્ડર વિંગના ૧૬ જવાનો સંક્રમિત થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. હાલ તમામ જવાનોને બેડી પોર્ટ ખાતે ક્વોરન્ટિન કરી દેવામાં આવ્યા છે. જાે કે, જવાનો કોરોનાનો શિકાર બનતાં સિક્્યોરિટી વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.
ઉલ્લેખનીય છે કે ગત રોજ જામનગર શહેર-જિલ્લામાં કોરોનાનાં ૨૪ કલાકમાં શહેરમાં ૧૭ અને જિલ્લામાં ૧૩ મળી કુલ ૩૦ પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો એક દિવસમાં એક પણ મોત ન નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જામનગરમાં કોરોના મહામારીનો પ્રકોપ ઘટતા સંક્રમણ અને મૃત્યુદર બંનેમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. જ્યારે શહેરમાં ૩૫ અને જિલ્લામાં ૧૫ મળી કુલ ૫૦ દર્દીએ કોરોનાને હરાવતા ડીસ્ચાર્જ કરાયા છે.
ગત રોજ રાજ્યમાં કોરોનાનાં ૯૫૪ પોઝિટિવ કેસ નોંધાયા હતા. અને ૬ લોકોનાં મોત નિપજ્યા હતા. તો રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યાનો સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં મેડિકલ ઓક્સિજનની માગમાં પણ ઘટાડો આવ્યો છે. ઓક્સિજનની માગ બે મહિનામાં ૧૦૦ મેટ્રિક ટન ઘટી છે. એટલું જ નહીં પણ કોરોનામાં વપરાતી દવાની માગમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમ છતાં લોકોને સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts