fbpx
સૌરાષ્ટ - કચ્છ

એ.ટી.એમ. ફ્રોડ કેસમાં અરજદારના વિડ્રો થયેલકુલ રૂ ૩૦,૦૦૦/- પરત અપાવતી જુનાગઢ જીલ્લાસાયબર ક્રાઇમ સેલ (એસ.ઓ.જી.)

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંઘ પવાર ની સુચના તેમજપોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી નાં સુચના તથા માર્ગદર્શન હેઠળ જીલ્લામાં સાયબર ક્રાઇમનાવધતા જતા બનાવોને ધ્યાને લઇ આવા ગુનાઓ બનતા અટકાવવા તેમજ આવા બનાવોમાં લોકોના નાણા રીફંડ થાય તેવાપ્રયત્નો કરવા સૂચના આપવામા આવેલ હોય જે અનુસંધાને એસ.ઓ.જી.જૂનાગઢના પોલીસ ઇન્સ.એચ.આઇ.ભાટીતથા પો.સબ ઇન્સ.જે.એમ.વાળા તથા સાયબર સેલના પો.સબ.ઇન્સ. એમ.જે.કોડીયાતર તથા પો.સ્ટાફના માણસોસતત પ્રયત્નશીલ હોય.જે અનુસંધાને ગઇ તા. ૨૮/૦૭/ર૦ર૦ ના રોજ નિલેશ્વરીબેન કાંતિલાલ તાવીયાડ મુળ રહે. ભંડારા જી.મહીસાગર હાલ. રહે. મહાત્મા ગાંધી કોલેજ ઓફ નર્સીંગ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ વાળી હોસ્ટેલમાં રહી નર્સીંગનોઅભ્યાસ કરતી હતી જેઓએ આપેલ જેમા પોતાનું એ.ટી.એમ.કાર્ડ મારફતે કોઇ ઇસમે તા. ૧ર/૦૭/ર૦ર૦ ના તથા તા.૧૩/૦૭/ર૦ર૦ ના રોજ અલગ અલગ કુલ ૩ ટ્રાન્જેકશન મારફતે કુલ રૂ. ૩૦,૦૦૦/- ઉપાડી લીધા બાબતની અરજી અત્રેસાયબર સેલ ખાતે તપાસમા મળતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા બનાવની ગંભીરતાને ધ્યાને લઇ તપાસ કરતાઅરજદારશ્રીનું બેંક એકાઉન્ટ ઝાંઝરડા રોડ ખાતે આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં હોય તેની ટ્રાન્જેકશન ડીટેઇલ કઢાવીઅભ્યાસ કરતા અરજદારશ્રીના નાણાં તા. ૧ર/૦૭/ર૦ર૦ ના રોજ ઝાંઝરડા રોડ ખાતે આવેલ ICICI બેંકના એ.ટી.એમ.મારફતે રૂ. ૧૦,૦૦૦/- કેસ વિડ્રોલ થયેલા તેમજ તા. ૧૩/૦૭/ર૦ર૦ ના રોજ જોષીપરા મુકામે આવેલ એસ.બી.આઇ.નાએ.ટી.એમ. માંથી કુલ બે ટ્રાન્જેકશન મારફતે કુલ રૂ. ર૦,૦૦૦/- ઉપડેલા હોવાનું ફલીત થયેલ જેથી સાયબર સેલની ટીમદ્વારા ટેકનીકલ સોર્સના માધ્યમથી તપાસ કરતા શંકાસ્પદ વ્યકિત્ મળી આવતા તે બાબતે સઘન તપાસ કરતાઅરજદારની કોલેજ ખાતે તપાસ કરતા સી.સી.ટી.વી ફુટેજમાં શંકાસ્પદ મળી આવેલ વ્યકિત હાજર મળી આવેલ જેનીયુકિત પ્રયુકિત પુર્વક પુછપરછ કરતા પોતાનું નામ હરેશ સાવલીયા રહે. જોષીપરા વાળો હોવાનું જણાવેલ અને પોતેમહાત્માગાંધી કોલજ ઓફ નર્સીંગમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હોવાનું જણાવેલ અને પોતે તા. ૧૧/૦૭/ર૦ર૦ નારોજ કોલેજમાં આવેલ ગર્લ્સ હોસ્ટેલના રૂમ નં ૩૧૯ માં કબાટમાંથી એક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું એ.ટી.એમ. તથા પાસબુકવિગેરે મળી આવતા એ.ટી.એમ.કાર્ડ નવુ જ હોય અને તેમાં પીન નંબર પણ હોવાથી પોતાને પૈસાની જરૂરીયાત હોય અનેલાલચમાં આવી પોતે આ પૈસા ઉપાડેલ હોવાની કબુલાત આપતા બનાવ ડીટેકટ થયેલ અને અરજદારશ્રીના પિતાશ્રીને પોતેઉપાડેલા રૂ. ૩૦,૦૦૦/- પરત કરેલ હતા. આમ જુનાગઢ જીલ્લા સાયબર ક્રાઇમ સેલની ટીમદ્વારા બનાવ ડીટેકટ કરી
ફ્રોડમાં ગયેલ રકમ અરજદારને પરત કરાવેલ હતી.
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ-આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્સ. જે.એમ.વાળા તથાસાયબર સેલના પો.સબ.ઇન્સ.શ્રી એમ.જે.કોડીયાતર એ.એસ.આઇ. હરીશભાઇ કે. પીઠીયા, પો.હેડ.કોન્સ. દિપકભાઇ જે.જાની, સામતભાઇ બારીયા પો.કોન્સ. શૈલેન્દ્રસિંહ સીસોદીયા, રવીરાજસિંહ વાળા વીગેરે સ્ટાફ આ કામગીરી માં જોડાયેલહતો.

Follow Me:

Related Posts