fbpx
સૌરાષ્ટ - કચ્છ

જાન્યુઆરીમાં શહેરના માર્ગો પર દોડવા લાગશે રાજકોટમાં ૧૫૦ ઈલેક્ટ્રિક બસ મંજૂર, તમામ સિટી અને BRTS બસ ઈલેક્ટ્રિક બસમાં ફેરવાશે

રાજકોટ શહેરને પ્રદૂષણ મુક્ત કરવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેન્દ્ર સરકારના સહયોગથી અગાઉ ૫૦ ઈલેક્ટ્રિક બસ મંજૂર થઈ હતી. હવે વધુ ૧૦૦ ઈલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી છે. આથી રાજકોટ શહેરમાં કુલ ૧૫૦ ઈલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી છે. આગામી જાન્યુઆરી મહિનામાં ૧૫૦ ઈલેક્ટ્રિક બસ રાજકોટના માર્ગો પર દોડશે. શહેરમાં દોડતી તમામ સિટી અને બીઆરટીએસ બસો ઈલેક્ટ્રિક બસમાં ફરવાશે. આ અંગેની માહિતી રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલે આપી છે.
ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, ઉર્જા બચત અને પ્રદૂષણ નિવારણની અનેક યોજનાઓને રાજકોટ મહાનગરપાલિકાએ સાકાર કરી છે ત્યારે હવે ઇલેક્ટ્રિક બસ દોડાવવાનો પ્રોજેક્ટ જાન્યુઆરીમાં જ અમલી બનશે. આ માટે અગાઉ સરકારે ૫૦ ઇલેક્ટ્રિક બસ મંજૂર કરી હતી અને હવે વધુ ૧૦૦ ઇલેક્ટ્રિક બસ મંજૂર કરવામાં આવી છે. આમ કુલ ૧૫૦ ઈલેક્ટ્રિક બસ રાજકોટને મળનાર છે.
જાન્યુઆરી મહિનાથી પ્રથમ તબક્કામાં મળનાર ઈલેક્ટ્રિક બસને બીઆરટીએસ રૂટ તથા સિટી બસના કેટલાક રૂટ ઉપર દોડાવવાનું આયોજન છે. ત્યારબાદ તબક્કાવાર જરૂરિયાત મુજબ ઈલેક્ટ્રિક બસોની સંખ્યા વધારવામાં આવશે અને તમામ સિટી બસ તથા બીઆરટીએસ રૂટમાં બસ ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવશે. ઉદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક બસથી તંત્રને સંચાલન ખર્ચમાં ઘટાડો થશે. કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા ફેમ-ટુ યોજના હેઠળ ઇલેક્ટ્રિક બસ ચલાવવા માટે તેના વપરાશ પર પ્રતિ કિ.મી. રૂ.૨૫ સુધીની સબસીડી પણ આપનાર છે. રાજકોટને ૨૦ કરોડની એરક્વોલિટી ગ્રાન્ટ મળી છે.

Follow Me:

Related Posts