fbpx
સૌરાષ્ટ - કચ્છ

યુએઇમાં યોજાતી વિમેન્સ ટી-૨૦માં સૌરાષ્ટ્રની મહિલા કોચ

યુએઇમાં યોજાઇ રહેલી વિમેન્સ ટી-૨૦ ચેલેન્જ ટ્રોફીમાં ટ્રેઇલબ્લેઝર્સ ટીમ ભાગ લઇ રહી છે. આ ટીમનાં કોચ તરીકે નંદીતા અઢીયાની પસંદગી કરવામાં આવી છે. આ અંગે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનનાં પ્રમુખ જયદેવ શાહે હતું કે, યુએઇનાં શારજહામાં મહિલા ટી -૨૦ યોજાઇ રહી છે. જેમાં ટ્રેઇલબ્લેઝર્સ ટીમ ભાગ લઇ રહી છે.
આ ટીમનાં કોચ તરીકે સૌરાષ્ટ્ર મહિલા ટીમનાં કોચ નંદીતા અઢિયાની પસંદગી કરવામાં આવી છે. મહત્વની બાબત એ છે કે આ ટીમને આગેવાની ભારતીય મહિલા ટીમનાં ખેલાડી સ્મૃતિ મંધાના સંભાળી રહ્યાં છે. ત્યારે સ્મૃતિ મંધાના સહિતનાં ખેલાડીને નંદીતા અઢિયા કોચીંગ આપે છે.

Follow Me:

Related Posts