fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં એક મકાનમાંથી ૧૦ લાખ રોકડા અને ૨૯ તોલા સોનાની ચોરી

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા એક મકાનમાંથી ૧૦ લાખ રૂપિયા રોકડા અને ૨૯ તોલાના સોનાના ઘરેણાંની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે સીસીટીવીમાં એક શખ્સ મોઢે અને હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો કેદ થયો હતો. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ રામકૃષ્ણનગર શેરી નંબર ૧૩માં રહેતા જીતુભાઈ પરસાણાને ત્યાં ચોરીની ઘટના બની છે.
દિવાળાના તહેવામાં એક જ દિવસ માટે બહાર ગયેલા વેપારીના ઘરમાં તસ્કરોએ ૧૦ લાખ રોકડા અને ૨૯ તોલા જેટલા સોનાના દાગીનાની ચોરી કરી છે. ઘટનાની જાણ થતાં જ જીતુભાઈએ પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
સમગ્ર મામલે મકાનમાલિક જીતુભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે અમે ગત ૧૭ તારીખે સાંજે ઘરને તાળા મારીને અમદાવાદ ગયા હતા. ત્યારે ગત મોડી રાત્રે પરત આવ્યા ત્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. જેથી પોલીસને જાણ કરી હતી. સીસીટીવી મુજબ એક શખ્સ મોઢે અને હાથમાં રૂમાલ બાંધીને ઘરમાં ઘુસતો સીસીટીવીમાં કેદ થયો હતો. જેથી તેના આધારે પોલીસ તપાસ કરી રહી છે.

Follow Me:

Related Posts