fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોનાથી વધુ ૬ લોકોના મોત, પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ હજારને પાર


મનપાએ ૧૩ જેટલી ચાની હોટલ સીલ કરી, કણકોટ પાસે શનિવારીમાં લોકોની ભીડ
રાજકોટમાં કોરોનાથી ૬ના મોત થયા છે. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ હજારને પાર પહોંચી ગઈ છે. જેથી રાજકોટમાં રાત્રિ કફ્ર્યૂ જાહેર કરવામાં આવી છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ ૧૦ હજાર ૧૯ કેસ નોંધાયા છે. જેમાંથી રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં કુલ ૬૬૫ દર્દી સારવાર હેઠળ છે. શુક્રવારે ૫૪ દર્દી કોરોના મુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં રાત્રીના ૯થી સવારના ૬ વાગ્યા સુધી રાજ્ય સરકારે કફ્ર્યૂ જાહેર કર્યું છે. આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે અનલોકમાં જે રીતે સૂચના આપી હતી તે રીતે જ નોકરી અને ધંધાનો સમય લોકોએ એવી રીતે નક્કી કરવો પડશે કે રાત્રીના ૯ વાગ્યા પહેલા તેઓ પોતાના ઘરે અથવા સ્થળે પહોંચી જાય. આ સાથે જ જણાવ્યું હતું કે હોમ ક્વોરન્ટાઈન લોકો બહારથી પકડાશે તો ફેસેલિટી ક્વોરન્ટાઈનમાં મોકલી દેવાશે.

Follow Me:

Related Posts