fbpx
સૌરાષ્ટ - કચ્છ

અમરેલી જીલ્લાના ખૂનના ગુનામાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ઇસમને હથિયારો સાથે પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ

રાજ્ય પોલીસ વડાએ સૌરાષ્ટ્રભરના ગુનેગારો ઉપર સકંજો કસવા માટે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ને આપેલી સુચના અને પગલે ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ વી કે ગઢવી અને તેમની ટીમે લેડી ડોન સોનુ ડાંગર ગેંગના સાગરિત અને આજીવન કેદની સજામાં પેરોલ મેળવી ને ફરાર થઈ ગયેલા શખ્સને રિવોલ્વર પિસ્તોલ અને કાઠી સહિતના મુદ્દામાલ સાથે રાજકોટ ભાવનગર હાઇવે પર થી ઝડપી લીધો હતો.

અમરેલી જિલ્લામાં હત્યા હત્યાનો પ્રયાસ તેમજ ખંડણી ઉઘરાવવા સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા અને જેના વિરુદ્ધ આતંકવાદ અપરાધ નિયંત્રણ અધિનિયમ એટલે કે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હોય તે શખ્સ પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો જે રાજકોટ જામનગર હાઇવે પર થી પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયા ની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી .કે.ગઢવી પીએસઆઇ પી.એમ.ધાખડા અને તેમની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન શંકાસ્પદ રીતે નીકળેલા અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના નાનાલીલીયા ગામે રહેતા ચંપુ ભાઈ રામભાઈ વિછીયા(ઉવ40) નામના કાઠી શખ્સને ઝડપી લીધો હતો તેની પાસેથી દેશી બનાવટની રિવોલ્વર પિસ્તોલ તેમજ રિવોલ્વર અને પિસ્તોલ ના છ કારતૂસ મળી આવ્યા હતા પોલીસે મુદ્દામાલ કબજે કરી તેની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળતી માહિતી મુજબ ઝડપાયેલા ચંપુ વિરુદ્ધ સાવરકુંડલામાં હત્યાનો ગુનો તેમજ હત્યાનો પ્રયાસ તથા ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો છે ઝડપાયેલો ચંપો લેડી ડોન સોનુ ડાંગર ગેંગનો સાગરીત છે તેણે વર્ષ 2011માં સાવરકુંડલા ના જુના સાવર ગામે પૈસાની લેતી-દેતી બાબતે ભરત ડાયાભાઈ લહેરી નામના વ્યક્તિની હત્યા કરી હતી. જે ગુનામાં તેને આજીવન કેદની સજા પડી હતી રાજકોટ જેલમાં થી 18 મેં 2016 ના રોજ તે પેરોલ મેળવી ને ફરાર થઈ ગયો હતો. જેલમાંથી પેરોલ મેળવી ને ફરાર થઇ ગયા બાદ વર્ષ 2018 માં ચંપુ વીંછીયાએ સાવરકુંડલા તાલુકાના બોરીયા ગામ પાસે ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો . સાવરકુંડલાના મેહુલ કુમાર મોહનલાલ સાપરિયા અને તેના ભાગીદાર ધીરુભાઈ ખુમાણ સાથે તેના મિત્ર શિવા વાલા ભાઈને અગાઉ પૈસા બાબતે તેના સાથે થયેલી બોલાચાલી અને માથાકૂટ નો ખાર રાખી શિવા વાલા ભાઇ તથા તેની સાથેના સાગરીતો મળીને કાર લઇને જતા યુવાન ઉપર ફાયરિંગ કર્યું હતું જેમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો.

ત્યારબાદ ચંપૂ વિછીયા અમરેલી પંથકમાં રાજકોટની લેડી ડોન સોનુ ડાંગર સાથે મળીને સંગઠિત ગુના આચરતી ટોળકી સાથે મળી ગયો હતો જેમાં શિવરાજ ઉર્ફે મુન્ના રામકુભાઈ વિછીયા શૈલેષ નાથા ચાંદુ અશોક જેતાભાઇ બોરીચા તથા સોનુ ડાંગર સાથે મળીને અનેક ગુના આચયર્િ હોય જેમાં ચંપો વિછીયા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયો હતો જેમાં પણ તેનું નામ ખૂલ્યું હતું ત્યારબાદથી તે હજુસુધી પોલીસને હાથ લાગ્યો ન હતો.

Follow Me:

Related Posts