fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના આરોપીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી

રાજકોટ મધ્યસ્થ જેલમાં ૨૦૧૭માં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ફર્લો પરથી હાજર થયા બાદ બાથરુમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની વિગત સામે આવી છે. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર રાજકોટ ખાતે આવેલ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા કેદીએ ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજકોટની મધ્યસ્થ જેલમાં ૨૦૧૭માં હત્યાના ગુનામાં આજીકેદની સજા ફટકારવામાં આવી હતી. જાે કે હાલમાં જ ફર્લો પરથી ફરી હાજર થયા બાદ કેદીએ બાથરુમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હોવાની જાણકારી મળી છે.

Follow Me:

Related Posts