fbpx
સૌરાષ્ટ - કચ્છ

સુરેન્દ્રનગર પોલીસે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી દંડના બદલે માસ્ક પહેરાવ્યા

દિવાળી પછી રાજ્યમાં જ નહીં પરંતુ દેશના અનેક શહેરોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જે બાદમાં રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઇટ કફ્ર્યૂની જાહેરાત કરી છે. બીજી તરફ કોરોનાને કાબૂમાં લેવા માટે સરકાર તરફથી અધિકારીઓને આદેશ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નું પાલન ન કરતા લોકો સામે કડક હાથે કાર્યવાહી લેવાની સૂચના આપી દેવામાં આવી છે. આ દરમિયાન સુરેન્દ્રનગર પોલીસની ગાંધીગીરી સામે આવી છે. અહીં પોલીસે માસ્ક પહેર્યાં વગર બહાર નીકળતા લોકોને દંડ ન ફટકારતા તેઓને માસ્ક પહેરાવ્યાં હતા અને શા માટે માસ્ક પહેરવું જાેઈએ તે વિશે પણ સમજાવ્યું હતું.
રેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં કોરોનાના કેસ વધતા જાહેર સ્થળો પર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન પોલીસે વાહન ચાલકોને દંડ ફટકારવાને બદલે માસ્ક પહેરાવ્યા હતા. કદાચ પોલીસને હવે સમજાયું છે કે લોકોને દંડનો ડર નથી પરંતુ જાે તેમને સમજાવવામાં આવ તો તેઓ માસ્ક પહેરી રાખે છે. આ માટે જ પોલીસે ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે લખતર બસ સ્ટેન્ડ પર માસ્કનો દંડ દેવાના બદલે પોલીસે લોકોને પોતાની અને બીજા લોકોની સુરક્ષા માટે લોકોને માસ્ક પહેરવાની સલાહ આપી હતી અને તેઓને માસ્ક પણ પહેરાવ્યા હતા. લખતરમાં કોરોનાના વધી રહેલા કહેર વચ્ચે પોલીસે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

Follow Me:

Related Posts