fbpx
સૌરાષ્ટ - કચ્છ

૨૪ કલાકમાં વધુ ૪ દર્દીઓના કોરોનામાં મોત, કુલ પોઝિટિવ કેસો ૧૦,૧૯૯રાજકોટ આરએમસીના ડે.કમિશ્નર સી.કે.નંદાણી કોરોના પોઝિટિવ

રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦ હજાર ૧૯૯ પર પહોંચી છે. જ્યારે રાજકોટની અલગ અલગ હોસ્પિટલમાં ૬૯૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં રવિવારે ૭૯ દર્દી કોરોના મુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રાજકોટમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા રાત્રિ કફ્ર્યૂ લગાવવામાં આવ્યો છે. બીજી તરફ આરએમસીના ડેપ્યુટી કમિશનર સી.કે.નંદાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે.
રાજકોટ શહેરમાં રવિવારે ૯૧ નવા પોઝિટિવ દર્દીઓ નોંધાતા કુલ આંક ૧૦૧૯૯ થયો છે. જેમાંથી ૬૯૩ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરના ૭૯ દર્દીને રવિવારે રજા આપવામાં આવી હતી. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ૧૪૭૫ કોરોના પરીક્ષણ કરવામાં આવતા ૫૪ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે. જેના પગલે રાજકોટ જિલ્લામાં કુલ કેસ ૪૮૯૩ થયા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૧૫૦૯૨ પર પહોંચી ગઇ છે. ગ્રામ્ય વિસ્તારમાં ૩૨૩ દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ રવિવારે કોરોના સારવારમાં રહેલા ૫ દર્દીનાં મોત થયા છે.

Follow Me:

Related Posts