fbpx
સૌરાષ્ટ - કચ્છ

જૂનાગઢનાં ભાજપના અગ્રણીની હોટલમાંથી ઝડપાયું જુગારધામ, ૨૦ લોકોની ધરપકડ

જૂનાગઢ ભાજપ અગ્રણી કરશનભાઇ ધડુકની હોટલમાંથી જુગારધામ ઝડપાયું છે. જેમાં ૧૮ પુરૂષો, ૨ મહિલા સહિત ૨૦ લોકો જુગાર રમતા ઝડપાયા છે. સ્થળ પરથી ૧૪ લાખ રોકડા, ૮૬ હજારનાં ૧૮ મોબાઇલ સાથે ૪ કાર પણ જપ્ત કરવામાં આવી છે. જેના કારણે હાલ સ્થાનિક રાજકારણ ગરમાયું છે. મળતી માહિતી પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, જૂનાગઢ સક્કરબાગની સામે આવેલા એસેલ પાર્ક પાર્ટી પ્લોટનાં માલિકો બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવતા હતા. જેથી ત્યાં દરોડો પાડતા પુરુષો તથા સ્ત્રી મળીને કુલ ૨૦ આપોપીઓને ઝડપી પાડવામાં આવ્યાં હતા. જેમની પાસેથી ૧૪ લાખ રોકડ તથા ૮૬, ૦૦૦નાં ૧૮ મોબાઇલ અને ૩૫ લાખના ચાર ફો વ્હીલર જપ્ત કરવામાં આવ્યાં હતા.
મહત્વનું છે કે, ભાજપના પૂર્વ પ્રમુખ કરશનભાઇ ધડુકની માલિકીની આ ગાર્ડન રેસ્ટોરન્ટ છે. પોલીસે સ્થળ પર દરોડા પાડીને ૨૦ શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમના નામ આ પ્રમાણે છે. મનીષ કરશનભાઇ ધડુક (ઉ. ૪૯), વિરલ કરશનભાઇ ધડુક (ઉ. ૪૦), અજય મગનભાઇ લીંબાસિયા (ઉ. ૩૯), પ્રવિણભાઇ ધનજીભાઇ પીપળિયા (ઉ. ૪૪), હાજાભાઇ રાણાભાઇ મુળિયાસિયા (ઉ. ૬૧), જેન્તીભાઇ બચુભાઇ ડોબરિયા (ઉ. ૬૦), કિશન ધનસુખભાઇ કાપડી (ઉ. ૨૦), ગોવિંદ મેરામણભાઇ ચાવડા (ઉ. ૩૮), કરશનભાઇ નારણભાઇ કાબરિયા (ઉ. ૪૩), જલ્પેશ કિરીટભાઇ પંડ્યા (ઉ. ૩૧), ધર્મેન્દ્ર અરવિંદભાઇ રૂપારેલિયા (ઉ. ૩૩), મિલન જગદીશભાઇ રાયચુરા (ઉ. ૨૨), મહેશ ધીરૂભાઇ સેંજલિયા (ઉ. ૪૪), ગોવીંદભાઇ પોપટભાઇ દઢાણિયા (ઉ. ૬૧), કારાભાઇ દાનાભાઇ કરમટા (ઉ. ૩૩),
સાજણભાઇ જાેધાભાઇ આંબલિયા (ઉ. ૪૦), દેવાયતભાઇ કુંભાભાઇ આંબલિયા (ઉ. ૪૨), પ્રદિપ કિર્તીભાઇ ત્રિવેદી (ઉ. ૨૮), ગીતાબેન ચમનભાઇ વાંસજાળિયા (ઉ. ૪૦) અને હેતલબેન જીજ્ઞેશભાઇ વઘાસિયા (ઉ. ૩૨) હજી પકડવાના બાકી આરોપીઓના નામ – હરભમભાઇ, અજીતભાઇ, જલ્પેશભાઇ, દેવાભાઇ. આ બધા પોરબંદર અને જૂનાગઢના રહેવાસી છે. ઝડપાયેલા આરોપીઓ જૂનાગઢ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર એમ જુદા જુદા જિલ્લાઓમાંથી જુગાર રમવા આવ્યા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રૂ. ૧૪,૨૦,૩૩૫ ની રોકડ સહિત કુલ રૂ. ૪૯,૮૧,૩૩૫ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Follow Me:

Related Posts