fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ-ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની મબલખ આવક

દિવાળીના તહેવારો બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કટિંગ યાર્ડ મગફળીથી છલકાયા છે. સૌથી વધુ રાજકોટ અને ગોંડલ માર્કટિંગ યાર્ડમાં આવક થઈ છે. રાજકોટ બેડી યાર્ડમાં મગફળીની મબલક આવક સાથે ૧.૨૫ લાખ ગુણી મગફળીની આવક થઈ છે જ્યારે ગોંડલ યાર્ડમાં પણ એક લાખ ગુણી મગફળીની આવક થઈ છે. ખેડૂતોને ઓપન માર્કેટમાં ૯૦૦થી ૧૦૮૦ રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે. હાલમાં વિદેશમાં નિકાસ અને હાલમાં પિલાણ માટે મગફળી જતી હોવાથી ભાવ જળવાય રહ્યો છે. ગોંડલ યાર્ડમાં ૭૨૫થી ૧૧૨૧ સુધી ભાવ બોલાયા છે.
મહત્વનું છે કે ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા ખેડૂતો ઓપન માર્કેટમાં મગફળી લઈને આવી રહ્યા છે અને ટેકાના ભાવે ઓછા વેચી રહ્યા છે. સાથે સાથે આ વર્ષે અતિવૃષ્ટિ પણ હોવાથી મગફળીની ગુણવત્તામાં ઘટાડો થયો છે. પરિણામે ટેકાના ભાવે સેમ્પલ ફેઈલ થવાના ડરથી ખેડૂતો ઓપન બજારમાં વેંચી રહ્યા છે. ગઈકાલે રાજકોટના બેડી માર્કેટ યાર્ડ બહાર મગફળી ભરેલા વાહનોની ૪ કિમી લાંબી લાઈન લાગી હતી.

Follow Me:

Related Posts