fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોનાના વધુ ૨૮ કેસ, ૨૪ કલાકમાં ૫ના મોત

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતું જાય છે. રાજકોટમાં આજે બપોર સુધીમાં ૨૮ કેસ નોંધાયા છે. ૨૪ કલાકમાં ૫ના મોત કોરોનાથી થયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા ૧૦૪૭૪ થઈ છે. જ્યારે ૬૭૪ દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટમાં ૮૩ દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં ગઈકાલે નવા ૧૨૭ કેસ નોંધાયા હતા. રાજકોટમાં સુપર સ્પ્રેડર શાકભાજીવાળા, ફેરિયાવાળા, ઝોમેટો, સ્વીગ સહિત ફૂડ કંપનીના કર્મચારીઓની કોરોના ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં કોરોના ટેસ્ટ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં શાકભાજી વિભાગના બે ફેરિયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટના બે તાલુકામાં કોરોનાના કેસ વધુ આવતા તંત્રે સર્વેલન્સની કામગીરી સઘન કરી છે. લોધિકા તાલુકાના લોધિકા, ખીરસરા, પારડી અને પડધરી તાલુકાના સરપદડ, મોવૈયા અને તરઘડી ગામે ડોર ટુ ડોર સરવેની કામગીરી ચાલુ કરાય હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું.
ત્રણ દિવસમાં માસ્ક વગરના ૭૦ લોકો પાસેથી રૂ.૧૦૦૦નો દંડ વસૂલ વસુલાયો છે. રાજકોટ જિલ્લા વહીવટી વિભાગે તકેદારીના ભાગરૂપે જિલ્લામાં ૨૬૦૨ મેડિકલ બેડની વ્યવસ્થા રાખી છે જેમાંથી ૧૯૭૭ ખાલી છે. હાલ રાજકોટ જિલ્લામાં ૬૨૫ માં દર્દી સારવાર હેઠળ છે. રાજકોટ જિલ્લામાં ૨૬૦૨ મેડિકલ બેડ આવેલા છે તેમાં પીડીયુ હોસ્પિટલના ૫૯૦, સમરસ હોસ્ટેલના ૫૬૦, ઈજીૈંજીમાં ૪૧, કેન્સર હોસ્પિટલમાં ૧૯૨, ગોંડલમાં ૫૪, જસદણમાં ૨૪, ધોરાજીમાં ૩૫ અને પ્રાઇવેટ હોસ્પિટલમાં ૧૧૦૬ બેડનો સમાવેશ થાય છે.

Follow Me:

Related Posts