fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ હોસ્પિટલમાં અગ્નિકાંડએ રાજ્યની પહેલી ઘટના નથી, જવાબ આપે સરકારઃ સુપ્રીમ કોર્ટ

રાજકોટમાં લાગેલી આગ મુદ્દે સર્વોચ્ચ અદાલતે રૂપાણી સરકારનો ઉધડો લીધો છે. અદાલતે આ મુદ્દે સરકાર પાસે જવાબ માંગ્યો છે અને સોલિસિટર જનરલને પણ આકરા સવાલો કર્યા છે. ગુજરાતમાં અવારનવાર આગની ઘટનાઓના કારણે કોરોના વાયરસની સામે ઝઝૂમી રહેલા દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલ આગ બાદ પણ મોટા શહેરોની હોસ્પિટલમાં એજ બેદરકારી કરવામાં આવે છે. રાજકોટમાં કોવિડ હોસ્પિટલમાં આગ બાદ દોડધામ મચી છે જેમાં પાંચ નિર્દોષ મોતને ભેટી ગયા. રાજકોટની આ ઘટનાના પડઘા સર્વોચ્ચ અદાલતમાં પણ પડ્યા છે.
સર્વોચ્ચ અદાલતે રાજકોટની આ ઘટનાને સુઓમોટો તરીકે લીધી અને સરકારને ખખડાવીને જવાબ માંગ્યા. જસ્ટિસ ભુષણે પૂછ્યું કે આગ બુઝાવવા માટે હોસ્પિટલમાં કેમ કોઈ વ્યવસ્થા નથી? કોર્ટે એમ પણ કહ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે. દેશની સર્વોચ્ચ અદાલતમાં કોરોના વાયરસ મુદ્દે સુનાવણી થઇ રહી છે અને એવામાં જ્યારે ગુજરાતની હોસ્પિટલો કોરોના અને આગથી પણ દર્દીઓને બચાવી નથી શકતી ત્યારે કોર્ટે રૂપાણી સરકારનો ઉધડો લેતા કહ્યું કે ગુજરાતમાં આ પહેલી ઘટના નથી એટલે ગુજરાત સરકાર જવાબ આપે.
કોર્ટે કહ્યું કે ઘટનામાં જે લોકો જવાબદાર છે તેની ધરપકડ થવી જાેઈએ. સુપ્રીમકોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ગુજરાતની ઘટના વિશે આકરા સવાલો કર્યા જે બાદ જીય્ મેહતાએ કોર્ટને હૈયાધારણ આપી કે તપાસનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કરીશું. નોંધનીય છે કે હવે રાજકોટની આ ઘટના મુદ્દે સરકાર દ્વારા એક રિપોર્ટ સર્વોચ્ચ અદાલતમાં આપવામાં આવશે.

Follow Me:

Related Posts