fbpx
સૌરાષ્ટ - કચ્છ

જેતપુરમાં બેકાબૂ ઇકો કાર ખેતલાબાપા ટી સ્ટોલમાં ધસી આવી, ઘટના સીસીટીવીમાં કેદ

જ્યારથી સીસીટીવી કેમેરાનો વ્યાપ વધ્યો છે ત્યારથી અનેક ઘટનાઓ લોકો સુધી પહોંચવાની સંખ્યા બમણાઈ ગઈ છે. અકસ્માત હોય કે પછી અન્ય ગુનાની ઘટનાઓ પોલીસ અને માધ્યમોને સટિક માહિતી સીટીવીના કારણે મળે છે. ગમખ્વાર અકસ્માતોના દૃશ્યો પમ સીસીટીવીમાં કેદ થઈ જાય છે. સીટીવીની બદોલત આવો જ એક અકસ્માતનો દિલધડક વીડિયો જેતપુરમાંથી સામે આવ્યો છે.
ગઈકાલે સાંજે ખેતલાઆપા ટી સ્ટોલ પર ચાની ચૂસકી માણી રહેલા રસિકોની માથે એક ઇકો કાર કાળ બનીને ત્રાટકી હતી. બનાવની વિગત એવી એવી છે કે જેતપુરના સરદાર ચોકમાં ખેતલાબાપા ટી સ્ટોલ આવેલી છે. આ ટી સ્ટોલ રોડની નજીક છે જેમાં કૉમ્પલેક્ષના પાર્કિંગમાં લોકો ચાની મહેફિણો માણતા હોય છે. દરમિયાન ગઈકાલે સાંજે આ ઇકો કાર બેફામ બની અને ધડામ કરતી ઘૂસી આવી હતી.
ઇકો કારના આ બેકાબૂ અકસ્માતમાં ચાપાણી કરી રહેલા ૨-૩ લોકોને અડફેટે લીધા હતા. જાેકે, નસીબની બલિહારી કોઈ પણ વ્યક્તિને સદનસીબે આ અકસ્માતમાં ઇજા પહોંચી નહોતી. આ અકસ્માતના પગલે બે યુવકોને સામાન્ય ઇજા પહોંચી હતી. જાેકે, નજીકની દુકાનના સીસીટીવીમાં આ અકસ્માતનો દિલધડક લાઇવ વીડિયો કેદ થઈ ગયો હતો.

Follow Me:

Related Posts