fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં કોરોનાના વધુ ૩૫ કેસ નોંધાયા, ૨૪ કલાકમાં ૮ના મોત

રાજકોટમાં કોરોના સંક્રમણમાં વધારો થયો છે. શહેરમાં આજે બપોર સુધીમાં ૩૫ કેસ નોંધાયા છે અને કુલ કેસની સંખ્યા ૧૦૬૬૩ પર પહોંચી છે. ૬૮૩ દર્દી સારવાર હેઠળ છે. ગઈકાલે રાજકોટ જિલ્લામાં કુલ ૧૩૯ પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજકોટમાં ૨૪ કલાકમાં ૮ દર્દીના મોત નીપજ્યા છે. કોવિડ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. કોવિડથી મોત થયા છે તે ર્નિણય ડેથ ઓડિટ કમિટી લેશે.
રાજકોટ મહાનગરપાલિકાએ સુપર સ્પ્રેડર ગણાતા લોકોના કોરોના ટેસ્ટિંગ માટે કેમ્પ શરૂ કર્યા છે. શાકભાજીના ફેરીયાવાળા, ફુડ ડિલીવરી બોયના કેમ્પ કર્યા બાદ હવે ક્ષોરકર્મ ધંધાર્થીઓના કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. આજે મનપાની વેસ્ટ ઝોન કચેરી ખાતે સવારે ૯થી સાંજના ૫ વાગ્યા સુધી કોરોના ટેસ્ટિંગ કેમ્પ રાખવામાં આવ્યો છે.
જેમાં ક્ષૌરકર્મ ધંધાર્થીઓને હેલ્થ કાર્ડ આપવામા આવશે. રાજકોટ શહેર કોરોનાના નવા ૯૫ કેસ અને જિલ્લામાં ૪૪ પોઝીટીવ દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા ૧૫૭૭૮ થઇ છે. જેમાંથી ૧૦૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા દિવસે ૩૭૮ લોકોના સ્ક્રિનિંગ અને ૨૪૭ના લોકોના ટેસ્ટિંગ કરતા બે લોકોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. રાજકોટ શહેરમાં ગઈકાલે ૮૧ દર્દીઓને રજા આપવામાં આવી છે.

Follow Me:

Related Posts