fbpx
સૌરાષ્ટ - કચ્છ

સૌરાષ્ટ્રમાં ભૂકંપના 3.2ની તીવ્રતાના આંચકા, તાલાલામાં વહેલી સવારે 2 અને મોરબીમાં 1 આંચકો અનુભવાયો

તાલાલામાં મોડી રાત્રે 1 અને વહેલી સવારે 1 આંચકો અનુભવાયો હતો સૌરાષ્ટ્રમાં આજે ભૂકંપના 3 આંચકા અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાલાલામાં મોડી રાત્રે 1 અને વહેલી સવારે 1 આંચકો અનુભવાયો હતો, જ્યારે મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. જેથી કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તાલાલાથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું, જ્યારે મોરબી જિલ્લામાં મોરબીથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા તાલાલામાં રાત્રે 1 વાગ્યાને 12 મિનિટે 3.2ની તીવ્રતાનો અને વહેલી સવારે 2.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો મોરબીમાં વહેલી સવારે 6 વાગ્યાને 57 મિનિટે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો શહેરથી 44 કિલોમીટર દૂર સમુદ્રમાં 4 દિવસ પહેલાં વહેલી સવારે 4 કલાકે ધરતીકંપના હળવા બે આંચકા નોંધાયા હતા. જોકે રિકટર સ્કેલ પર 2ની તીવ્રતાવાળા આ આંચકાની અસર ભાવેણાવાસીઓને અનુભવાઇ ન હતી. સવારે 4 કલાકે અને બાદમાં 2 મિનિટ બાદ 4.02 કલાકે ભાવનગરથી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશામાં પ્રથમ આંચકો 44 કિલોમીટર દૂર અને બીજો આંચકો 46 કિલોમીટર દૂર ભાવનગર અને સુરત વચ્ચે દરિયામાં 29.4 કિલોમીટરની ઉંડાઇ ધરાવતા એપીસેન્ટરમાં રિકટર સ્કેલ પર 2ની તીવ્રતાવાળા ભૂકંપના બે આંચકા બે મિનિટના સમયગાળામાં નોંધાયા હતા. એક મહિના પહેલાં રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતોરાજકોટમાં એક મહિના પહેલાં બપોરે 1.25 વાગે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ભૂકંપના આંચકાથી શહેરમાં કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું. 16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતાં લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતું. રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂંકપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજિત 4 સેકન્ડ સુધી ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. 10 ફેબ્રુઆરીએ 2.4નો આંચકો અનુભવાયો હતોરાજકોટમાં 10 ફેબ્રુઆરીએ 2.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો હતો. રાજકોટમાં આ ઘણા સમય પછીનો ધરતીકંપ હતો, પણ તેના 21મા દિવસે ફરી એક હળવો આંચકો અનુભવાયો હતો. બંનેમાં સામ્યતા એ હતી કે એ એક જ એપી સેન્ટર પરથી ઉદભવ્યા હતા. આ એપી સેન્ટરની તપાસ કરાતાં 10મીએ આવેલા ભૂકંપના એપી સેન્ટરથી માત્ર 3 જ કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપના આંચકા અવાર-નવાર અનુભવાય રહ્યા છે.

Follow Me:

Related Posts