fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટના અગ્નિ કાંડ માટે જવાબદાર ત્રણેય તબીબોના ત્રણ દિવસના રિમાન્ડ મગાશે

ગઈકાલે સાંજે કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેયની સત્તાવાર ધરપકડ: હોસ્પિટલ સંચાલકોની લાપરવાહી મુદ્દે ત્રણેયની રિમાન્ડ મગાશે રાજકોટની ગોકુલ હોસ્પિટલ સંચાલિત આનંદ બંગલા ચોકમાં આવેલ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડમાં પાંચ દર્દીઓએ જીવ ગુમાવ્યાની ઘટનામાં માલવિયાનગર પોલીસે ગઈકાલે ગોકુલ લાઈફ કેર પ્રા.લી.ના ચેરમેન ડો. પ્રકાશ મોઢા તેના પુત્ર વિશાલ મોઢા અને ડો. તેજશ કરમટાના કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેયની મોડી સાંજે ધરપકડ કરવામાં આવી છે. આજે ત્રણેય તબીબો ના ત્રણ દિવસના રિમાન્ડ સાથે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ અંગેની તપાસ તાલુકા પોલીસ ચલાવતી હોય માલવિયાનગર પોલીસે ત્રણેય તબીબોને તાલુકા પોલીસના હવાલે છે.આગની ઘટના બન્યા બાદ તુરંત જ પોલીસ એક્શનમાં આવી હતી અને પાંચ તબીબો વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ ગોકુલ હોસ્પિટલ ના ડોક્ટર પ્રકાશ મોઢા તેના પુત્ર વિશાલ અને ડો.તેજસ કરમટા ને માલવીયા પોલીસમથકની કસ્ટડીમા રાખવામાં આવ્યા હતા. ગઈકાલે સાંજે ત્રણેયના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા હતા જે રિપોર્ટ નેગેટીવ આવતા ત્રણેયની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે આજે ત્રણેય તબીબોને ત્રણ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાશે.ડોપ્રકાશ મોઢા સહિત ત્રણેય ડોક્ટરે સતત બીજા દિવસે રાત લોકઅપમાં વિતાવી આગની ઘટના માં ચાર દર્દી ભડથું થઇ ગયા હતા જ્યારે એક દર્દીનું ગૂંગળાઇ જવાથી મોત થયું હતું.પોલીસે રવિવારે સાંજે જ ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા અને ડો.તેજસ કરમટાને સકંજામાં લઇ સોમવારે ત્રણેયનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. ત્રણેયનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ત્રણેયની ધરપકડ કરી હતી. ત્રણેય બીમારી માંડ માગવામાં આવશે જેમાં પોલીસે 14 જેટલા મુદ્દે હોસ્પિટલ સંચાલકોએ લાપરવાહી દાખવી હોય અને તે તમામ મુદ્દે ત્રણેયની પૂછપરછ શરૂ કરવામાં આવશે. બીજી તરફ આગનું કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ એફ.એસ.એલ દ્વારસ ઘટનાસ્થળથી અલગ અલગ સેમ્પલ લીધા છે અને તે તમામ સેમ્પલ પર પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જે રિપોર્ટમાં આગ અંગે ગંભીર લાપરવાહી બહાર આવશે તો આરોપીઓ સામે કાયદાનો વધુ ગાળિયો વધુ મજબૂત બને તેવી શક્યતા છે.તેમજ હોસ્પિટલના સીસીટીવીના રેકોર્ડિંગ અને ડીવીઆર જપ્ત કરી ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આગનું સ્પષ્ટ કારણ અને એફ.એસ.એલનો પૂર્ણ રિપોર્ટ સહિતના પુરાવા હજુ મળ્યા નથી તેનો એફ.આઈ.આરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. રિપોર્ટ બાદ જરૂર પડ્યે કલમનો ઉમેરો પણ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/