૨૪ કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના ૧૩ આંચકા અનુભવાયા
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં સતત ધરા ધ્રૂજતી રહે છે. આ વિસ્તારમાં સતત ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. આવામાં ગત ૨૪ કલાક ગીર સોમનાથના વાસીઓ માટે ભારે રહ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના ૧૩ આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી હોઈ જાનહાનિ થઈ નથી. ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે. ગીર સોમનાથમાં રવિવાર રાતથી ભૂકંપના આંચકા આવવાનો સિલસિલો ચાલુ રહ્યો છે. જે આજે સવાર સુધી યથાવત છે. સિસ્મોગ્રાફી પર ૨૪ કલાકમાં કુલ ૧૩ આંચકા નોંધાયા છે. જેની વિગતો આ મુજબ છે.
- તલાલામાં રવિવારે મોડી રાત્રે ૧ઃ૧૨ વાગ્યે ૩.૨ ની તીવ્રતાનો આંચકો આવ્યો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ ૧૧ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
- રવિવારે સવારે ૪ઃ૦૦ વાગ્યે ૧.૩ ની તીવ્રતાનો આંચકો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ ૧૧ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
- સવારે ૫ઃ૫૨ કલાકે ૨.૦ ની તીવ્રતાનો આંચકો. તલાલાથી ઇસ્ટ નોર્થ ઇસ્ટ ૧૧ કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ
- સોમવારે સવારે ૧૧.૧૪ મિનિટે તલાલામાં ૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. તાલાલાથી ૨૦ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઈસ્ટમાં કેન્દ્ર બિંદુ હતું.
- તલાલામાં સોમવારે સાંજ ૫.૨૧ મિનિટે ૨.૩ની તીવ્રતાનો આંચકો. કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૨ કિમી દૂર ઇસ્ટ નોર્થ ઇસ્ટમાં
- સાંજે ૬.૪૪ મિનિટે તલાલા અને ગીરમાં ૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. તાલાલાથી.૧૨
Recent Comments