fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડઃ ૯ દિવસ બાદ વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત

રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડ મામલે ૯ દિવસ બાદ આજે વધુ એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેથી મૃત્યુઆંક ૬ પર પહોંચી ગયો છે. આગની ઘટમાં ગંભીર રીતે દાઝી જતા ગાંધીધામના ૬૬ વર્ષના દર્દી થાવરભાઈ મહેશ્વરી નામના વ્યક્તિને ગોકુલ હોસ્પિટલમાં ૈંઝ્રેં વોર્ડમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેઓ સારવાર લઈ રહ્યાં હતાં. ત્યારે આજે મોડી રાત્રે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારે સવાલ એ છે કે શું ફરી ડોક્ટર પર વધુ એક દર્દીના મોતનો ગુનો દાખલ થશે કે નહીં?
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આઈસીયુમાં મોડી રાત્રે લાગેલી આગમાં કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી ૬નાં મોત થયાં છે. કેટલાક દર્દીઓ તો પોતાના બેડમાંથી ઊભા પણ થઈ શક્યા ન હતા અને બેડ સાથે જ ભડથું થઈ ગયા હતા. રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા મોડી રાત્રે આગ લાગતાં ૫ લોકોનાં મોત થયાં હતાં.
ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દર્દીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખ વ્યક્ત કર્યું હતું, સાથે જ આગની દુર્ઘટનાની તપાસ પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એ. કે. રાકેશને સોંપી છે. આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક દર્દીના વારસદારને ૪ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે આજે વધુ એક દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક ૬ પર પહોંચ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/