સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પરિક્ષા કાર્યક્રમ જાહેર, ૨૨,૫૨૪ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત રાજ્યની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ પરિક્ષા કાર્યક્રમ જાહેર થયો છે. નોંધનીય છે કે આગામી ૨૧ ડિસેમ્બરથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવિધ પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બીબીએ, બીએસસી, એલએલબી અને બીએસડબલ્યુની સેમેસ્ટર ૫ની પરીક્ષા યોજાશે. જ્યારે કે બીએસસી-આઇટી, એમએસસી-આઇટી અને એમપીએમ સેમેસ્ટર ૩ સહિતના કોર્ષની પરીક્ષા લેવામાં આવશે.
કુલ ૧૦૯ કેન્દ્રો પર ૨૨ હજાર ૫૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેપ જે પૈકી સૌથી વધુ બીએ સેમેસ્ટર-૫ના ૧૬ હજાર ૯૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર કોવિડ-૧૯ની ગાઇડલાઇન ધ્યાને રાખીને પરીક્ષા લેવામાં આવશે.
Recent Comments