fbpx
સૌરાષ્ટ - કચ્છ

કચ્છમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

કેન્દ્રબિંદુ ખાવડાથી ૨૬ કિલોમીટર દૂર નોંધાયું

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ૪.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વધુ તીવ્રતાના આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા, અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. તો અનેક લોકો પોતાની દુકાનોમાંથી બહાર આવી ગયા હતા. કચ્છમાં આજે ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના ખાવડા પાસે ૪.૩ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ઠંડીની વધઘટ સાથે કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા રહે છે. ખાવડાથી ઈએસઈ ૨૬ કિમી સિસ્મોલોજી પર તેનું કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સવારે ૯.૪૬ વાગે ૪.૩ ની તીવ્રતાનો આ આંચકો હતો.
ભૂકંપની તીવ્રતા વધુ હોવાથી લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા. તો સાથે જ અનેક લોકો ડરી ગયા હતા. એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. બે કુદરતી આફતો સહન કરી રહેલા કચ્છવાસીઓ માટે આખુ વર્ષ આવી રીતે જ પસાર થતું હોય છે. ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે.
ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જાેકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે.

Follow Me:

Related Posts