જામનગર એલસીબી ૭ પિસ્તોલ સાથે ૨ શખ્સોને ઝડપી પડ્યા
જામનગર શહેર અને જીલ્લામાંથી હથિયારો ઝડપાવવાનો સિલસિલો યથાવત છે. જામનગર એલસીબી પોલીસે સાત પિસ્તોલ સાથે બે સખ્સોને પકડી પાડ્યા છે. જામજાેધપુર પંથકમાં દરોડા પાડી સુરત અને જામજાેધપુરના બંને શખ્સો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. હથિયાર ક્યાંથી લઇ આવ્યા છે અને અગાઉ કોને હથિયારો સપ્લાય કર્યા છે? સહિતની બાબતોનો તાગ મેળવવા એલસીબીએ બંને શખ્સોના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. સાત હથિયારો પૈકી એક હથિયાર વોકિંગ સ્ટીકમાં અદ્ભુત ટેકનિકથી બનાવ્યું છે. જેમાં હાથો અને બે સ્ટીકને જાેડી વચ્ચે બુલેટ ફીટ કરી, હાથને ટ્રીગર તરીકે ઉપયોગ કરાતો હોવાનું સામે આવ્યું છે.
જામનગર પોલીસવડા દીપન ભદ્રનની સુચના તથા એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઈ.એસ એસ નીનામાના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફને બાતમી મળી હતી કે જામજાેધપુર તાલુકાના ગોપ ગામના પાટીયે આવેલ બસ સ્ટેન્ડની છાપરી પાસે આરોપી મનસુખ કારેણા હથિયાર સપ્લાય કરવા રાજશી ઓડેદરાને આવવાનો છે આ બાતમી આધારે રેડ કરતા આરોપી મનસુખ હરજી કારેણા રહે. જીણાવારી તા.જામજાેધપુર હાલ સુરતવાળાના કબ્જામાથી પિસ્ટલ-૦૩ તથા રીવોલ્વર-૧ તથા કાર્ટીસ-૦૬, કિ.રૂ.૧,૨૫,૦૦૦/- તથા રાજશી માલદે ઓડેદરા રહે. રાણાવાવ જી. પોરબંદરના કબજામાંથી પીસ્ટલ-૦૨ તથા ગન-૦૧ તથા કાર્ટીસ-૦૧ કિ.રૂ.૬૦,૧૦૦/- સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. મનસુખ કારેણા આ હથિયાર રાજશી માલદે ઓડેદરાને વેચાણ કરવા આવ્યો હતો તે દરમ્યાન બન્ને ઝડપાયા હતા.
આરોપી મનસુખ હરજી કારેણાએ અગાઉ સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રા રહે. આદિત્યાણા વાળાને ગેરકાયદેસર હથિયાર વેચાણ કરતો હોવાથી અલગ અલગ ગુન્હામાં પણ નાસતો ફરતો હતો અને જે ઇસમ અગાઉ લુંટના ગુન્હામાં સંડોવણી હોવાનું ખૂલ્યું હતું. તેમજ રાજશી ઓડેદરા અગાઉ રાણાવાવમાં મારામારીના બે ગુન્હામાં સંડોવાયેલ છે. બન્ને આરોપીઓએ આ હથિયારથી કોઇ ગુન્હો કર્યો છે કે કેમ તેમજ અન્ય કોઇને આપ્યા છે કે કેમ તે અંગેની તપાસ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે.
Recent Comments