અનિવાર્ય સંજાેગોને કારણે સોમનાથ ટ્રસ્ટની બેઠક મોકૂફ
સોમનાથ મંદિર ટ્રસ્ટની વચ્ર્યુઅલી બેઠક મોકૂફ રાખવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટની વય્ર્ચૂઅલી નવા અધ્યક્ષની નિમણૂંક સહિતના મુદ્દે યોજાવાની હતી. જેમાં સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની પંસદગી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાવાની હતી. પરંતુ આ બેઠક કેન્સલ કરી દેવામાં આવી છે. આ બેઠકમાં કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદની જગ્યાએ નવા ચેરમેનનની પંસદગી કરવામાં આવનારી હતી.
સોમનાથ મંદિર ટ્રસ્ટની વચ્ર્યુઅલી સ્વરૂપે મળનારી સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી અને હર્ષવર્ધન નિવેટીયામાંથી કોઈ એકની ટ્રસ્ટના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી શકવાની સંભાવના હતી. આ બેઠકમાં મંદિરના શિખર ઉપર લગાવવામાં આવનાર સોનાના કળશ, મ્યુઝિયમ અને અન્ય પ્રકલ્પોના આગામી આયોજનની પણ ચર્ચા થવાની હતી.
સોમનાથ ટ્રસ્ટની આજે મળનારી વચ્ર્યુઅલ બેઠક મોકૂફ રાખવાની જાહેરાત પી.એમ.ઓ માંથી ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે.લહેરીને જાણ કરાઈ હતી.
Recent Comments