fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઊના શહેરનાં તબીબની પૌત્રીએ નાસાની સ્પર્ધામાં ઇનામ જીત્યું

ઊનાના જાણીતા તબીબ ડો. નંદલાલભાઇ ગોંદાણીની પૌત્રી શુભાંશી નિલેષભાઇ ગોંદાણીએ એક વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. જૂનાગઢની સરદાર પટેલ શૈક્ષણિક સંકુલમાં ભણતી હતી ત્યારે એક એવા રોબોટનું વર્કીંગ મોડેલ તૈયાર કર્યું હતું જે ભૂકંપ બાદ ઇમારતોના કાટમાળમાંથી માણસને શોધી શકે. આ મોડેલને અમેરિકાના ટોરોન્ટો ખાતે યોજાયેલી વિશ્વકક્ષાની પ્રોજેક્ટ પેરાડિમ ચેલેન્જ નામની સ્પર્ધામાં મોકલાયું હતું. જેને જજીસ એવોર્ડ મળ્યો હતો. આ સ્પર્ધામાં દુનિયાના જુદા જુદા દેશોની ૨૦૦ ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં શુભાંશીની ટીમે ટોપ-૨૦ માં સ્થાન મેળવ્યું હતું. દરમ્યાન ૨૦૨૦ માં તેણે અમેરિકાની નોર્થવેસ્ટ યુનિવર્સિટીમાં સાયન્સમાં એડમિશન મેળવ્યું. પ્રથમ સત્રમાં ઓનલાઇન અભ્યાસ કર્યો. તેમાં તે ૨૫૦ વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઇ. આથી યુનિવર્સિટીએ અમેરિકન સરકારને શુંભાશી ગોંદાણીને વીઝા આપવા ખાસ ભલામણ કરી. તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૦ ના તેની વીઝા મળતા તા. ૩ જાન્યુ. ૨૦૨૧ ના રોજ તે શિકાગોમાં યુનિવર્સિટીમાં હાજર થઇ.
આ સાથે તે અમેરિકાની અવકાશી સંસ્થા નાસાની પેરાડિગમ ચેલેન્જમાં બીજા નંબરે આવી. જે અવકાશયાત્રી ૬૦ દિવસથી વધુ અવકાશમાં રહ્યા હોય તેના પ્રમુખસ્થાને આ સ્પર્ધા યોજાતી હોય છે. આ સ્પર્ધામાં શુભાંશીને ૧૫ લાખનું ઇનામ મળ્યું. આમ, ઊનાની વતની શુભાંશીએ માત્ર ૧૮ વર્ષની વયે અમેરિકામાં દેશનું નામ રોશન કર્યું છે. ૠ જયેશ ગોંધીયા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/