fbpx
સૌરાષ્ટ - કચ્છ

સ્વ.કેશુભાઇની ત્રીજી માસિક પુણ્યતિથિએ સોમનાથ ખાતે કાયમી અન્નક્ષેત્રનો પ્રારંભ કરાયો

સોમનાથ સાંનિઘ્યે સ્વ.કેશુભાઇ પટેલની ત્રીજી માસીક પુણ્યતિથી નિમીતે હમીરજી ગોહિલ સ્મારક ટ્રસ્ટ, આર્યુવેદ સરકારી હોસ્પિટલ અને સોમનાથ ટ્રસ્ટના સક્રીય સહયોગથી આરોગ્યપ્રદ આર્યુવૈદીક ઉકાળાનું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આર્યુવૈદીક ઉકાળાનું વિતરણનું સેવાકાર્ય અધિકારી ડો. લાખાણી, ડો.નિલમબેન વાળાના માર્ગદશર્ન હેઠળ કરવામાં આવ્યું હતું. યોગાનુયોગ આ કાર્યક્રમના દિને વૈશ્ર્‌વીક સંત ઉમાકાંતજી (જય ગુરૂદેવ)ના આર્શીવાદ પણ આ સેવા કાર્યને મળ્યા હતા

અને માસિક તીથિના પાવન દિને જય ગુરૂદેવ પરિવાર દ્વારા સોમનાથ ખાતે કાયમી અન્નક્ષેત્રનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના અઘિકારી દિલીપભાઇ ચાવડા, જીએમ વિજયસિંહ ચાવડા, સુરૂભા જાડેજા સહીતના ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યને સફળ બનાવવા પ્રોજેકટ ચેરમેન મિલનભાઇ જાેશી, અનીલભાઇ ઋષી, કેતનસિંહ વાળા સહીતનાએ જહેમત ઉઠાવેલ હતી.

આ તકે આર્યુવૈદ અધિકારી ડો.લાખાણીએ અપીલ કરતા જણાવેલ કે, તેઓની સોમનાથ ખાતે કાયમી નિમણુંક થયેલ હોય જેથી દરરોજ આર્યેવૈદ હોસ્પીટલની સેવાનો લાભ નિયમીત રીતે સ્થાનીક પ્રજાને મળી રહે તે માટે વધુને વધુ સંખ્યામાં લોકોને આર્યુવૈદ ચીકીત્સા તરફ વળવા સ્વસ્તીક પ્લાઝા ના બીજા માળે ચાલતું આર્યુવૈદ દવાખાનાનો લાભ લેવા જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/