ડ્રગ્સ માફિયા હવે કચ્છના બદલે બીજાે કોઈ વિકલ્પ શોધી રહ્યાની ખબર
ગુજરાતમાં પાકિસ્તાનમાં બેસેલાં ડ્રગ્સ માફિયાઓ દ્વારા હેરોઈન અને ડ્રગ્સ ઘૂસાડવા માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે. અગાઉ કચ્છ ડ્રગ્સ માફિયાઓ માટે સ્વર્ગ સમાન હતું. પણ સેના દ્વારા કચ્છનું સઘન ચેકિંગ કરતાં અનેક કિલો ડ્રગ્સ ઝડપાયું છે. જેથી હવે ડ્રગ્સ માફિયા હવે કચ્છના બદલે બીજાે કોઈ વિકલ્પ શોધી રહ્યા છે. અને હવે ખબર કે પોરબંદરના દરિયાકિનારે ડ્રગ્સ માફિયાઓએ ફરી નજર કરી છે. કચ્છ દરિયામાં સઘન ચેકીંગ અને એલર્ટ વધતાં પોરબંદર દરિયાને લેન્ડિંગ પોઈન્ટ બનાવવા માટે ડ્રગ્સ અને ડાયમંડ માફિયાઓ દ્વારા પોરબંદર દરિયા તરફ નજર કરવામાં આવી રહી છે.
૩ થી ૪ કંસાઈમેન્ટ પાકિસ્તાન અને આફ્રિકાથી પાર પાડવા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દેશભક્ત ડેન્ઝર ચાર્લીના સર્વેમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. ૧૯૮૬થી ૧૯૯૨ સુધી પોરબંદરનો દરિયો દેશદ્રોહી માટે જીવિત હતો. ત્યાંથી રાજકોટ જિલ્લાના ગામ સુધી માલ પહોંચાડવામાં આવતો અને ત્યાંથી ઓર્ડર મુજબ ડિસ્પેચ કરવામાં આવતો હતો. હાલ આ દરિયા કાંઠો ફરી જીવિત કરવાની ફિરક્તમાં ડ્રગ્સ માફિયાઓ બેંઠા છે. પોરબંદરનું કન્સાઇન્ટમેન્ટ ધોરાજી જતું અને ત્યાંથી માંગ મુજબ ડિલિવર કરાતું હતું.
પોરબંદર જિલ્લાના આડ બંદરો તેમજ દેવભૂમિ દ્વારકા તથા જામનગર જીલ્લા કાંઠાળ વિસ્તાર બાજ નજર રાખતા દેશીપ્રેમી પોરબંદરના ડેન્જર ચાર્લી દેવભૂમિ દ્વારકા-જામનગરના રોબર્ટ -રોઝીએ એકાદ વરસ આસપાસ ગર્ભીત ઇશારો સંયુકત સરવે દ્વારા કરેલ કે પોરબંદરનો જિલ્લાનો સમુદ્ર વિસ્તારના કિનારા સુમસામ જણાય છે. વાસ્ત્વમાં ગર્ભીત પ્રવૃતિ જીવંત રહ્યા છે. સમયની રાહ જાેવાયા રહી છે. પરિસ્થિતિ બદલાત દેશદ્રોહી ગદાર પ્રવૃતિ કરનારનો સડવડાટ સમય આંતરે થતો રહે છે.
Recent Comments