ભાન ભુલી સગીરા લગ્ન કરવા માટે બોયફ્રેન્ડને ઘરે પહોંચી, ૧૮૧ની મદદ મંગાઇ
વેલેન્ટાઇન ડે એેટલે ખાસ કરીને યુવાધન માટે આ દિવસ ખુબજ મહત્વનો મનાય છે. ત્યારે વેલેન્ટાઇન ડેના આગલે દિવસે ભાવનગર નજીકના એક નાના એેવા ગામની તરૂણી તેના પ્રેમી યુવક સાથે લગ્ન કરવા માટે તેના ઘરે ભાગી ગઇ હતી. અને આ અંગેની જાણ તેના માતા-પિતાને થતા તેઓએ તેને સમજાવવાની કોશીષ કરતા તે માની ન હતી. અને તરૂણીએે જાતે ફોન કરી ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની મદદ માગી હતી. જેથી ૧૮૧ ની ટીમની સમજાવટ બાદ મામલો થાળે પડયો હતો. અને તરૂણી તેના મા-બાપ સાથે જવા તૈયાર થઇ હતી. ભાવનગર પાસેના એેક નાના એવા ગામમા રહેતી તરુણીને તેના જ ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો. અને તેણી તેના વિના રહી શકે તેમ ન હોય લગ્ન કરવા માટે તેણી વેલેન્ટાઇનના આગલા દિવસે વહેલી સવારે પોતાના માતા-પિતાનુ ઘર છોડી યુવકના ઘરે ચાલી ગઇ હતી.
જે અંગેની તેના માતા-પિતાને જાણ થતા વહેલી સવારે આાશરે ૫-૦૦ વાગ્યાની આાસપાસ તેણીને લેવા માટે યુવકના ઘરે ગયા હતા. પરંતુ ત્યાં બન્ને પક્ષે સામાસામી બોલાચાલી થયેલ. જેથી સગીરા તેના મમ્મી-પપ્પાના સાથે જવા માટે તૈયાર ન હતી. બાદમા તરૂણીના બોયફ્રેન્ડ અને તેના માતા-પિતાને ભાવનગર ૧૮૧ ના કાઉન્સેલર કોમલ પરમાર તેમજ મહિલા પો.કો. કાજલબેન મકવાણા અને પાયલોટ નિતીનભાઇ રહેવરે તેમના ઘરે પહોંચી યુવક તથા સગીરાને સમજાવ્યા હતા. અને કાયદાકીય પ્રાથમીક જાણકારી આપી હતી. તરુણીના પિતા સાથે પણ ટેલીફોનીક વાતચીત કરી હતી.
અને સગીરા તથા યુવકના એેમ બન્નેના માતા-પિતાને તેમજ યુવક અને તરુણી એેમ તમામનુ કોમલબેન પરમારે કાઉન્સેલીંગ કરી તરૂણી તથા યુવકને કાયદાકીય રીતે લગ્ન કરી શકે તેવી ઉંમર ન હોય તે અંગેનુ જ્ઞાન આપેલ. અને તરૂણીના માતા-પિતા તેમની દિકરીને મેણા-ટોણા ન મારે અને કોઇ પણ પ્રકારના અપશબ્દો ન બોલે કે મારકુટ ન કરે તેની ખાત્રી અપાવી ઘરમા પ્રેમથી રાખે તેમ જણાવેલ. અંતે બન્ને પક્ષે માની જતા તરુણી કે જે તેના માતા-પિતા સાથે જવા તૈયાર ન હતી. તેને તેના મા-બાપને સોંપી હતી.
Recent Comments