fbpx
સૌરાષ્ટ - કચ્છ

ભાવનગરમાં પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિને આજીવન કેદની સજા ફટકારાઈ

ભાવનગરમાં વર્ષ ૨૦૧૭માં સુરત છોડીને આવેલા અરવિંદ રાઠોડે તેની પત્ની પાછળ આવેલા પ્રેમી કિશન સાથે મારામારી કરી તેને તીક્ષ્ણ હથિયાર વડે ઈજા પહોંચાડતા તેનું મૃત્યુ થયું હતું. હત્યાના બનાવનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે અરવિંદને આજીવન કેદની સજા ફટકારી છે. ભાવનગરના બોરતળાવમાં જૂન ૨૦૧૭માં મહિલા સાથેના આડા સંબંધની શંકા રાખી કરેલી હત્યામાં મહિલાના પતિને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આ અંગેની વિગત એવી છે કે, સુરતનો અરવિંદ રાઠોડ તેના પરિવાર સાથે ૨૦૧૭માં ભાવનગર આવ્યા હતા અને બોર તળાવના મફતનગરમાં રહેતા હતા.

અરવિંદભાઈની પત્નીને કોઈક સાથે આડા સંબંધની તેમને જાણ થઈ હતી. જૂનમાં તેનો પ્રેમી કિશન અરવિંદની પત્નીને મળવા ભાવનગર આવ્યો હતો. અરવિંદને આ મામલાની જાણ થતા તેણે કિશન સાથે મારામારી કરી હતી. ત્યારબાદ કિશનની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી હતી. જાે કે, સારવાર દરમિયાન કિશનનું મોત થતા અરવિંદ સામે ગુનો નોંધાયો હતો. કિશનના કુટુંબી ફઈનો દીકરો સુરતમાં રહેતો હોવાથી કિશન અરવિંદના ઘરે જમવા જતો હતો. આ દરમિયાન અરવિંદની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ અંગેની શંકા જતા અરવિંદ ભાવનગર પહોંચ્યો અને કિશન સાથે મારામારી કરી હતી. ત્યારબાદ કિશનને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. ભાવનગર કોર્ટમાં આ કેસ ચાલી જતા ન્યાયાધીશ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ૨૮ મૌખિક પૂરાવા અને દસ્તાવેજી ૪૬ પૂરાવાના આધારે આરોપી અરવિંદ કેશુભાઈ રાઠોડને આજીવન કેદની સજા ફટકારી છે. પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/