fbpx
સૌરાષ્ટ - કચ્છ

વાછરડીનો જન્મ થતાં ૫૭ કિલો પેંડાથી ત્રાજવે તોલી પશુપાલક સગાઓને મીઠું મોઢું કરાવશે

કુતિયાણાના ઉજ્જડ થેપડા ગામે રહેતા પરિવારનો પશુ પ્રત્યેના અનેરો પ્રેમ જાેવા મળ્યો હતો. ગીર ગાયને વાછરડીનો નો જન્મ થતાં જ વાછરડીને ત્રાજવામાં ૫૭ કિલો મીઠાઈથી તોલવામાં આવી હતી. સામાન્ય રીતે એવા અવસરો આપણે જાેયા હોઈ કે દીકરો કે દીકરીનો જન્મ થાય તેને સાકર ભારોભાર જાેખવામાં આવે અને એ સાકર ગામમાં વહેંચવામાં આવે કે પછી દીકરા દીકરીના જન્મ બાદ પરિવાર દ્વારા પેંડા વેચવામાં આવતા હોય છે પરંતુ કુતિયાણા તાલુકાના ઉજ્જડ થેપડા ગામે રહેતા પરિવારમાં પશુ પ્રત્યેની અનેરી લાગણી જાેવા મળી હતી.

થેપડા ગામે વાડી વિસ્તારમાં રહેતા ભરતભાઈ અરભમભાઇ કેશવાલા નામના યુવાનની વાડીએ ગીરગાય જેમનું નામ ગંગા રાખવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા ગંગા નામની ગાયે સુરભિ નામની વાછડી નો જન્મ આપ્યો હતો. વાછરડીને જાેઈને પરિવારમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહ જાેવા મળ્યો હતો. આ પરિવારે સુરભી વાછડીને આવકાર આપ્યો હતો અને વાછરડીને ૫૭ કિલો પેંડા થી જાેખવામાં આવી હતી. આ પેંડા સબંધીઓને આપીને મીઠું મોઢુ કરાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/