fbpx
સૌરાષ્ટ - કચ્છ

૧૦૮ના કર્મચારીઓએ મોબાઇલ,બાઇકની ચાવી સહિત ૧૫,૪૨૦ મૂળ માલિકને પરત કર્યા

માનવતા હજુ મરી પરવારી નથી આ કહેવતને સાર્થક કરતી એક ઘટના રાજકોટમાં બની છે. જ્યાં થોડા દિવસ પહેલા સંત કબીર રોડના ત્રિવેણી ગેટ પાસે એક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં અનિલ પરમાર નામના એક યુવકને ભારે ગંભીર ઈજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. એ સમય દરમિયાન દર્દી પાસે મોબાઇલ, બાઈકની ચાવી અને ૧૫,૪૨૦ રોકડ રકમ મળી આવતા. ૧૦૮ એમ્બ્યુલન્સ ફરજ બજાવી રહેલા ઇએમટી કોમલ જળુ અને પાઈલોટ પ્રકાશભાઈએ દર્દીનો મોબાઇલ, બાઈકની ચાવી અને ૧૫,૪૨૦ રોકડ રકમ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અનિલભાઈના નાના ભાઈને પરત આપીને એક માનવતાની મહેક પ્રસરાવી હતી.

માનવ જીવન સાથે જાેડાયેલી અતિ અગત્યની બાબત હોય તો તે છે સમય. કોઈપણ વ્યક્તિને યોગ્ય સમયે મળેલી મદદ તેના જીવનમાં બહુ મોટો ભાગ ભજવતી હોય છે, પછી તે મદદ નાણાંની હોય, માનસિક હોય કે પછી આરોગ્યલક્ષી હોય. સમયસરની મદદ વ્યક્તિને નવજીવન આપવાની સાથે તેના જીવનમાં આમૂલ બદલાવ લાવી શકે છે. આને આવું સુંદર કાર્ય ૧૦૮ દ્વારા કરવામાં આવી રહ્યું છે. કોરોનાના સમયમાં ૧૦૮ની આ સેવા અને તેમાં કાર્યરત એવા કર્મીઓએ દિવસ-રાત જાેયા વગર નિસ્વાર્થ ભાવે શહેરી વિસ્તારોથી લઇને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને લોકોને જરૂરી સારવાર પ્રદાન કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/