fbpx
સૌરાષ્ટ - કચ્છ

જામનગરમાં ડિમોલિશેન કામગીરી સમયે ભાડુઆતે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા દોડધામ

જામનગરના રણજીતનગર માં ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં જર્જરિત બાંધકામો દૂર કરવાની કામગીરી માટે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાતા ઉહાપોહ મચ્યો હતો. વર્તમાન ભાડુઆતોએ કોર્ટમાં ગયા હોવા છતાં પણ ઓર્ડર આવે તે પહેલાં જ કોઈ પણ વાત સાંભળ્યા વગર ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાતા એક રહીશે ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરતા દોડાદોડી મચી ગઈ હતી. જે બાદમાં પોલીસે તાત્કાલિક ચાર ભાડુઆતોની અટકાયત કરી લેતા મામલો થાળે પાડ્યો હતો. જા બદમાં મહાનગરપાલિકાની મદદથી હાઉસિંગ બોર્ડના અધિકારીઓએ ડિમોલિશન કાર્યવાહી ચાલુ કરાવી હતી.

જામનગર શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત બાંધકામો દૂર કરવા સવારે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી હતી. ચાર જેટલી દુકાનો અને એક રહેણાંક મકાનને જર્જરિત હાલતમાં હોવાથી નિયમોનુસાર બાંધકામ દૂર કરવા બુલડોઝર લઈ મહાનગરપાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સવારે પહોંચ્યા ત્યારે સ્થાનિક લોકો દ્વારા ડિમોલિશન કામગીરીનો વિરોધ કરતા ઉહાપોહ મચ્યો હતો.

જે બાદમાં લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ દરમિયાન બુલડોઝર લઇ ડિમોલિશન કામગીરી આરંભાતા દુકાનના ભાડૂત રાજુભાઇ સોલંકીએ ડિમોલિશન કરતી વેળાએ જ ફિનાઈલ પી આપઘાત પ્રયાસ કર્યો હતો. જેને પગલે પોલીસે દોડી જઈ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કરનારની અટકાયત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/