fbpx
સૌરાષ્ટ - કચ્છ

ઊનાના પશવાળા ગામની સીમમાં ૪ માસના બે સિંહબાળનું ઇનફાઇટમાં મોત

સાસણગીરમાં કોઇને કોઇ કારણસર સિંહોના મોત થઇ રહ્યા છે. ક્યારેક બીમારી તો ક્યારેક રેલવે ટ્રેકમાં તો ક્યારેક ઇનફાઇટમાં. આવી જ એક ઇનફાઇટમાં બે સિંહોના મોત થયા છે. ઉના તાલુકાના પશવાળા ગામની સીમમાં છેલ્લા ઘંણા સમયથી સિંહ યુગલનો વસવાટ છે. આજે સવારે માલણ નદી નજીક ચેકડેમ પાસે બે સિંહબાળના મૃતદેહ પડ્યા હતા અને મૃતદેહની બાજુમાં સિંહણ બેસી હોવાની જાણ વનવિભાગને થતાં જશાધાર વનવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. બન્ને સિંહબાળના મૃતદેહનો કબ્જાે લઇ તપાસ હાથ ધરતા આ સિંહબાળનું મોત ઇનફાઇટમાં થયું હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી અનુસાર શનિવારે વહેલી સવારે સિંહ સિંહણને પામવા માટે બન્ને સિંહબાળ ખલેલ પહોંચાડતા હતા જેથી સિંહે બન્ને સિંહબાળ પર હિંસક હુમલો કરી મોતને ધાટ ઉતારી દીધા હતા. આ ઘટના વખતે સિંહણ પણ સિંહનો મિજાજ પારખી બનાવ સ્થળેથી દૂર ચાલી ગઇ હતી. સિંહ આ બન્ને સિંહબાળના ૬ પંજા પણ ખાઇ ગયો હતો અને સ્થળ પરથી વનવિભાગને મૃતક સિંહબાળના પગના બે પંજા મળી આવ્યા હતા.

આ ઇનફાઇટની ઘટના બાદ સિંહ ચાલ્યો ગયો હતો જ્યારે સિંહણ પોતાના બન્ને વ્હાલસોયા સિંહબાળના મૃતદેહ પાસે બેસીને ડુસકા લેતી હતી ત્યારે સિંહણનો અવાજ થોડે દૂર વાડીમાં રહેતા માનસિંગભાઇ ભૂપતભાઇ ગોહીલને આવતા તેઓ પોતાના ભાઇ સાથે સિંહણનો અવાજ હતો તે દિશા તરફ ગયા ત્યારે તેમણે સિંહબાળના મૃતદેહ પાસે રઘવાયી થયેલી સિંહણને જાેઇ અચંબામાં પડી ગયા હતા અને તુરંત વનવિભાગને જાણ કરતા વનવિભાગનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0