fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મહાનગર પાલિકાનું ૨૦૨૧-૨૨નું ૨૨૭૫ કરોડનું બજેટ મંજૂર

રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૧-૨૨ નું ૨૨૭૫ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા રજુ કરવામાં આવ્યું હતું જેનો અભ્યાસ કરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં ૧૬.૨૪ કરોડના વધારા સાથે આજે ૨૨૯૧.૨૪ કરોડ નું બજેટ મંજુર કરવમાં આવ્યું છે. આ વર્ષે જનતાએ મનપાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી આપી ફરી સતા પર બેસાડયા છે ત્યારે ચૂંટણીના પરિણામને ધ્યાને રાખી રાજકોટની જનતા પર એક પણ પ્રકારનો કરબોજ મુકવામાં આવ્યો નથી.

રાજકોટ મહાનગર પાલિકા નું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું રીવાઈઝ અને ૨૦૨૧-૨૨ નું બજેટ આજ રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. મ્યુ. કમિશનર દ્વારા કુલ ૨૨૭૫ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અભ્યાસ કરી પદાધિરકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીએ ૨૨૯૧.૨૪ કરોડ નું બજેટ મંજુર કર્યું છે. ચાલુ વર્ષે મનપાની ચૂંટણીના પરિણામ ધ્યાનમાં રાખી સ્ટેન્ડિંગમાં રજુ થયેલ બજેટમાં રાજકોટની જનતા પર કોઈ પણ પ્રકારનો કરબોજ મુકવામાં આવ્યો નથી.

રાજકોટ મનપાના બજેટમાં ટ્રાફિક સમસ્યા, ડ્રેનેજ સમસ્યા , પાણી સમસ્યા અને છેવાડા વિસ્તાર ની સુવિધા ધ્યાને રાખી બજેટમાં યોજના જાહેર કરવામાં આવી છે. આ વર્ષે બજેટમાં ખાસ મહિલાઓ માટે ઇસ્ટ , વેસ્ટ અને સેન્ટ્રલ એમ ૩ ઝોનમાં ૧૦૦ લાખના ખર્ચે બગીચા બનાવવા જાહેરાત કરવામાં આવી છે. આ સાથે રાજકોટ મનપાના નવનિયુક્ત મેયર પ્રદિપ ડવના વોર્ડ નંબર ૧૨ માં નવો ઓડિટોરિયમ હોલ બનાવવા જાહેરાત કરવામાં આવી છે. પાછલા વર્ષે બજેટમાં કોર્પોરેટરને આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરી ૧૦ લાખ ગ્રાન્ટ મળતી હતી જે વધારીને ૧૫ લાખ કરવામાં આવી છે..

રાજકોટના નવા ભળેલા ઘંટેશ્વર, મુંજકા અને મોટામવા ગામમાં ભૂગર્ભ ગટર માટે ૯૧૫ લાખની જાેગવાઇ કરવામાં આવી છે. મનપા દ્વારા ૧૦૦ ઇલેક્ટ્રિક બસ મૂકવામાં આવશે. શહેરમાં વર્ટીકલ ગાર્ડન અને સર્કલ રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. વૃક્ષોનું જિયોનું ટેગિંગ કરવામાં આવશે. આજી ડેમ પાસે ૧૫૦ એમએલડીનો નવો સંપ બનાવવામાં આવશે. શહેરમાં ૨૨ જગ્યા પર માય ઇ-બાઇક કેન્દ્ર ઉભા કરાશે. નાકરાવાડી ખાતે ૪ વોલ્ટનો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે. નવા વિસ્તારમાં ૨ નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે. એક પીપીપી ધોરણે ફાયર સ્ટેશન બનશે.

૨૦૨૧-૨૨ માં કરવામાં આવેલ વાયદાઃ-
૧. ૧૮૦૦ લાખના ખર્ચે અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવા જાહેરાત કરવામાં આવી
૨. ૨૦૦ લાખના ખર્ચે કોઠારીયા વિસ્તારમાં સી.સી.રોડ બનાવવામાં આવશે
૩. આજી અને ન્યારી ડેમ સાઇટ પર ૩૦૦ એમએલડી ક્ષમતાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૨૦૦ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવશે
૪. ત્રણે ઝોનમાં મહિલાઓ માટે ૧૦૦ લાખના ખર્ચે બગીચા નિર્માણ કરવામાં આવશે
૫. વોર્ડ નંબર ૧૨ માં નવું ઓડિટોરિયમ ૬૦૦ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવશે
૬. ઇ-લાઈબ્રેરી માટે ૫૦ લાખની જાેગવાઇ બજેટમાં કરવામાં આવી
૭. શહેરમાં કુલ ૪૭ વોકળા આવેલ છે જેને પાકા બનાવવા માટે ૩૦૦ લાખની જાેગવાઇ કરવામાં આવી
૮. ઇલેક્ટ્રિક કાર ખરીદવા ૧૦૦ લાખની જાેગવાઈ કરવામાં આવી
૯. આરોગ્ય કેન્દ્ર નું ડિજિટાઇઝેશન તથા અપગ્રેડેશન માટે ૧૫૦ લાખની જાેગવાઇ કરવામાં આવી
૧૦. મૃત પશુઓ માટે ઇન્સીનરેટર સુવિધા પૂરી પાડવા ૮૦ લાખની જાેગવાઈ કરવામાં આવી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/