fbpx
સૌરાષ્ટ - કચ્છ

હોળી તહેવારમાં માતા-પિતાએ વતન જવાની ના પાડતા પુત્રએ આપઘાત કર્યો

જામનગરના કાના છીકારી ગામમાં હોળીના તહેવારમાં વતન જવું હોય અને માતા પિતાએ સાથે લઈ જવાની ના પાડતાં પુત્રીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામ્યો છે. એક નાની એવી વાતમાં દીકરીએ આપઘાત કરી લેતાં માતા-પિતા આઘાતમાં ગરકાવ થઈ ગયા છે.

લાલપુર તાલુકાના કાના છીકારી ગામમાં કકર સીમમાં રહેતાં મધ્યપ્રદેશના વતની મમતાબેન ઝેતાભાઈ ચૌહાણ (ઉં-૧૮) નામની યુવતીને હોળીના તહેવાર કરવા વતન જવું હતું. પરંતુ તેના માતા-પિતા પાસે પૈસાની સગવડ ન હોવાથી તેને સાથે લઈ જવાની ના પાડી હતી. જેથી તેને મનમાં લાગી આવતાં ઘરેથી લઘુશંકા કરવા જવાનું કહીને નીકળીને બાવળની કાંટમાં ઝેરી દવા પી લીધી હતી.

તેણી લઘુશંકા કરીને પરત આવવામાં વાર લાગી હતી. જેથી તેની માતાએ શોધખોળ આરંભતા તેણી બાવળની કાંટમાં ઝેરી દવા પીધેલી હાલતમાં પડી હતી. જેથી માતાએ બુમો પાડતાં પરિવારજનો તેમજ અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને૧૦૮ને જાણ કરતાં તેઓએ આવીને તેણીને મૃત જાહેર કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજાે સંભાળીને પીએમ માટે મોકલી આપી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/