fbpx
સૌરાષ્ટ - કચ્છ

ચૂંટણીના કારણે કોરોના વધ્યો, કોંગ્રેસ પાર્ટી પણ દોષિતઃ ધારાસભ્ય વિરજી ઠુમ્મર

કોરોનાના કેસ વધતા જનભાવનાઓ સાથે હવે નેતાઓ પણ જાેડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યએ આખરે કબૂલાત કરી છે કે કેસ વધવા પાછળ ચૂંટણીઓ જવાબદાર છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ અને સરકાર પર આક્ષેપો લાગી રહ્યા છે કે ચૂંટણીઓના કારણે કોરોના વધ્યો છે. આ વચ્ચે સોમવારે ગૃહની કામગીરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે કબૂલાત કરી છે. વીરજી ઠુમ્મરે કહ્યું કે, કે ચૂંટણીના કારણે રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કેસ વધવા પાછળ કોંગ્રેસ પાર્ટી પણ એટલી જ દોષિત છે. ચૂંટણીમાં તાયફાઓ કર્યા માટે કેસ વધ્યા છે. સાથે જ ઠુમ્મરે કહ્યું કે કોરોનાના કારણે મધ્યમ વર્ગની ગરીબી રેખા વધુ નીચે પહોંચી છે.

Follow Me:

Related Posts