fbpx
સૌરાષ્ટ - કચ્છ

જેતલસર કિશોરી હત્યા કેસઃ એસઆઇટીની રચના કરાઇ

જેતપુરના જેતલસરમાં એક યુવતીની ૨૮ જેટલા છરીના ઘા મારીને રહેંસી નાખનારા કેસમાં આરોપી તો ઝડપાઈ ગયો છે. પરંતુ હવે તે આરોપીને ફાંસીની સજાની માગ થઈ રહી છે. હવે આ મામલે એસઆઇટીની રચના કરાઇ છે.

હત્યા મામલે એએસપી સહિત ૭ સભ્યોની ટીમ તપાસ કરશે. સજ્જડ પુરાવા અને કેસની ઝડપી તપાસ માટે ટીમ બનાવી છે. હાલ તપાસ સ્થાનિક પોલીસ પાસેથી ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજયસિંહ ગોહિલને સોંપાઇ છે. એસઆઇટીમાં રૂરલ ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજયસિંહ ગોહિલ, મહિલા પીએસઆઈ કદાવલા, ક્રાઇમ બ્રાંચના રાઇટર રસીકભાઇ જમોડ, જેતપુર પોલીસના રાઇડર વિજયસિંહ જાડેજા, ગોંડલ પોલીસના રાઇટર હરેન્દ્રસિંહ જાડેજા, ઉપલેટાના પોલીસના રાઇટર ભાવેશભાઇ અને એક મહિલા કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. આ એસઆઇટી એસ.પી. બલરામ મીણાના સુપરવિઝન હેઠળ તેમજ જેતપુર વિભાગના એએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તપાસ કરશે. તો બીજી તરફ આજે આરોપી જયેશ સરવૈયાના રિમાન્ડ પૂર્ણ થશે. પોલીસ વધુ રિમાન્ડની માગ કરશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0