fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે

રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારના સભ્યો કોરોનાની ઝપેટે ચડતા સમગ્ર પરિવારજનો અને શુભેચ્છકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.રાજ્ય સભાના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા સ્વર્ગીય અભયભાઈ ભારદ્વાજ કોરોના સામે લાંબી જંગ લડ્યા હતા.વધુ સારવાર માટે તેઓને જેને લઇ જવામાં આવ્યા હતા જાેકે તેઓ અંતે કોરોના સામે હારી ગયા હતા અને તેમનું દુઃખદ નિધન થયું હતું. એવામાં રાજકોટમાં ભાજપ અગ્રણી ભારદ્વાજ અને બોરીચા પરિવારમાં સભ્યોને કોરોના વળગ્યો છે. જેના કારણે પરિવારજનો અને શુભેચ્છકોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.

નીતિનભાઈ ભારદ્વાજના પુત્ર નિયત અને દિવંગત અભય ભારદ્વાજની પુત્રી અમૃતાબેન નો રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારજનોમાં ભારે ભયની લાગણી જાેવા મળી રહી છે. એવામાં આજે સવારે રાજકોટના પૂર્વ પોર્ટ કોર્પોરેટર રાજુ ભાઈ બોરીચાના પુત્ર વૈભવ, તેમના ધર્મપત્ની મંજુલાબહેન, તેમજ મોટા ભાભી મંછાબહેનના પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ભાજપમાં ચિંતા પ્રવર્તી રહી છે.

Follow Me:

Related Posts