fbpx
સૌરાષ્ટ - કચ્છ

મુખ્યમંત્રીની જેમ રાજકોટ મેયર મનપા ડેસ્ક બોર્ડની રચના કરશે

રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર ડો. પ્રદીપ ડવએ ગુજરાતમાં પ્રથમ પ્રયોગ કર્યો છે. જેમાં મુખ્યમંત્રીની જેમ લોકોની ફરિયાદોનું નિરાકરણ માટે મનપા કચેરીમાં મેયર ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. રાજકોટ મનપાની અમુક સેવાઓ હવે લોકો ઘરે બેઠા જ આંગળીના ટેરવે ઉકેલી શકશે. એટલું જ નહીં લોકોની ફરિયાદોનું નિરાકરણ ડેસ્ક બોર્ડના જેતે કમિટીના સભ્યો ઉકેલ લાવશે.

રાજકોટ શહેરને ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવાનો પ્રયાસ રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ અને તેની યુવા બોડી દ્વારા કરવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટવાસીઓને મનપા કચેરીના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ ફરિયાદોનું નિરાકરણ આવે તે માટે મેયર ડેસ્ક બોર્ડની રચના કરવાનો ર્નિણય કર્યો છે. જેમાં રાજકોટવાસીઓ ઘરેથી આંગળીના ટેરવે જ પોતાની ફરિયાદોનું નિરાકરણ મેળવી શકશે.

રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે, ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનાવવા માટે આ ડેસ્ક બોર્ડની રચના કરવામાં આવશે. જેમાં ફરિયાદોનું નિરાકરણ કરવા ડેસ્ક બોર્ડમાં જેતે સમિતિના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે. લોકોના વધુમાં વધુ ફરિયાદોનું નિરાકરણ વહેલું થાય તેવા પ્રયાસો રહેશે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0