fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટમાં લાંબા સમયથી ભાડુ નહીં ચૂકવતા ૪૧ દુકાનધારકોને ખાલી કરવા નોટિસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા સ્થળોએ ૨૧ શોપીંગ સેન્ટરની ૩૮૫ દુકાનો લાંબાગાળા માટે લીઝથી આપવામાં આવેલ છે. ૪ શોપીંગ સેન્ટરના ૪૧ દુકાન ધારકો દ્વારા લાંબા સમયથી રાજકોટ મહાનગરપાલિકામાં લીઝ ચાર્જ (ભાડુ) ભરપાઈ કરવામાં આવેલ ન હોય, અગાઉ એસ્ટેટ વિભાગ દ્વારા વખતો-વખત નોટીસ આપવામાં આવેલ હતી.

આમ છતા સદરહુ ૪૧ દુકાનધારકો દ્વારા રૂ.૧૧૪ લાખ જેટલી ભાડા વ્યાજની રકમ ભરપાઈ કરવામાં આવેલ ન હોય, સદરહુ ૪૧ દુકાનો ધારકોને દિન-૩૦માં દુકાન ખાલી કરી આપવા આખરી નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે.

આ નોટિસ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા શોપીંગ સેન્ટર જેવા કે ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર-જ્યુબીલી માર્કેટ સામે,જ્યુબીલી શોપીંગ સેન્ટર,લોટરી બજાર ,ગેલેક્સી સિનેમા સામેનું શોપીંગ સેન્ટર,ત્રિકોણબાગ પાસેનું શોપીંગ સેન્ટરને મળી કુલ ૪૧ દુકાન ધારકોને પાઠવવામાં આવી છે.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0